વરસાદી સિસ્ટમ ફરી સક્રિય: ગુજરાતમાં કઈ તારીખે પડી શકે છે ભારે વરસાદ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતાં રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.
બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે 15, 16 અને 17 ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના પણ આપી દેવામાં આવી છે.
બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 16 અને 17 ઓગસ્ટ સહિત ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદનો વિરામ છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદ બંધ થતાં બફારો વધી ગયો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને વરસાદ માટે અનેક જગ્યાએ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -