પ્રમુખસ્વામી મહારાજની આજે બીજી પુણ્યતિથિ, અશ્રુભીની આંખે ભક્તોએ આપી હતી બાપાને વિદાય, જુઓ તસવીરો
બીએપીએસના વડા પ્રમુખસ્વામીના અંતિમ સંસ્કાર 17 ઓગસ્ટ, 2016નાં રોજ સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવ્યા હતા.
બાપાની વિદાયના સમાચાર સાંભળી હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યા હતા.
ભક્તો પ્રમુખસ્વામીના અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખો ભક્તોએ ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે પ્રમખ સ્વામીના દર્શન કર્યા હતા.
પ્રમુખ સ્વામી અક્ષરનિવાસી થયાના સમાચાર સાંભળી લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે સાળંગપુર ઉમટી પડ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાપાના અંતિમ દર્શન માટે આવ્યા હતા. બાપાની વસમી વિદાયથી ભક્તોના આંસુ રોકાયા રોકાતા નહોતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આજે બીજી પૂણ્યતિથિ છે. પ્રમુખસ્વામી 13 ઓગસ્ટ,2016ના રોજ અક્ષરનિવાસી થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.