અમદાવાદઃ ભાડે રહેતી મહિલાએ મકાન માલિક વૃદ્ધાની કરી હત્યા, પછી શું કર્યું?
અમદાવાદઃ શહેરના અમરાઇવાડીમાં ભાડુઆત મહિલાએ મકાન માલિક વૃદ્ધાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ચાર દિવસ પહેલા શાંતાબેન નામની મહિલાની હત્યા કરી નાંખી હતી. મોડી રાતે ઘરમાંથી વિકૃત હાલતમાં લાશ મળી આવી છે. હાલ, ભાડુઆત મહિલા ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરમાંથી લાશ મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરાતા અમરાઇવાડી પોલીસ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ લાશ 65 વર્ષીય શાંતાબેન વેગડાની હોવાનું સામે આવ્યું છએ. શાંતાબેન અમરાઇવાડીના ઉદયનગરમાં તેમના બે પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે. શાંતાબહેનની પુત્રી હંસાનું મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં મકાન આવેલું છે. જે છેલ્લા ઘણા સમયથી લીલાબહેન મહેશભાઇ પરમાર(ઉ.વ.45)ને ભાડેથી આપ્યું છે.
અમરાઇવાડી પોલીસે જણાવ્યું હતું કે શાંતાબેનની લાશ હંસાબહેનના ઘરમાંથી મળી આવી છે. હંસાબહેને લીલાબેનને મકાન ભાડે આપ્યું હતું. જેનું ભાડું લેવા માટે શાંતાબેન શનિવારે આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં શાંતાબહેનની હત્યા એસિડ એટેકથી થઇ હોય તેવું લાગી રહ્યું છે. શાંતાબેનના હાથ અને પગ પર બળી ગયાંનાં નિશાન છે. લીલાબહેન મેડિકલ સ્ટડીનું કામ કરે છે અને તેઓ વિધવા છે. લીલાબેનને એક પુત્રી છે જેનાં લગ્ન થઇ ગયાં છે.
આ અંગેની વિગતો એવી છે કે, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ગઈ કાલે મોડી રાતે ભારે દુર્ગંધ આવતાં રહીશોએ તપાસ કરતાં હંસાબેન વેગડના મકાનમાંથી દુર્ગંધ આવી રહી હતી અને મકાનને બહારથી તાળું મારેલું હતું. આથી સ્થાનિકોએ ભેગા મળીને તાળું તોડી નાંખી તપાસ કરતાં ઘરના બાથરૂમમાંથી વિકૃત હાલતમાં પડેલી લાશ મળી આવી હતી.
શનિવારે સાંજે શાંતાબેન લીલાબહેન પાસે ભાડું લેવા ગયાં હતાં. આ પછી તેઓ લાપતા થયાં હતાં. શાંતાબેનના પરિવારજનોએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં તેમનાં ગુમ થવાની ફરિયાદ કરી હતી. પોલીસે મોડી રાતે શાંતાબેનની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -