અમદાવાદમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટના મકાનનું ગેરકાયદે બાંધકામ કેમ તોડી પડાયું, જાણો વિગત
ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ તોડી નાંખવા આદેશ આપ્યો હતો. જેની સામે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે દખલગીરી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં સંજીવ ભટ્ટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા તત્કાળ અમલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજીવ ભટ્ટે કરેલા ગેરકાયદે બાંધકામને કારણે બાજુમાં રહેતા પ્રવીણચંદ્ર ચંદુલાલ પટેલનું મકાન ઢંકાઈ જતું હતું અને હવા-ઉજાસ બંધ થવાના કારણે પ્રવીણચંદ્ર પટેલે ફરિયાદ પણ કરી હતી. જેના પગલે મ્યુનિ. દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકરાઈ હતી અને તેમ છતાં સંજીવ ભટ્ટે ધરાર બાંધકામ દૂર નહીં કરીને તે સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
અમદાવાદ: ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટે માનવ મંદિર નજીક આવેલ ગુરુકુલ રોડ પર સુશીલ નગર કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં આવેલ તેના મકાનમાં કરેલા ગેરકાયદે બાંધકામને લગભગ 7 વર્ષના કાનૂની જંગ પછી તોડી પાડવામાં આવ્યું હતું.
પૂર્વ આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટે ગુરુકુળ રોડ પરના સુશીલ નગર સોસાયટીમાં પ્લોટ નં-1 અને 2માં આવેલ મકાનમાં માર્જિનની જગ્યામાં મ્યુનિ. સત્તાવાળાઓની મંજૂરી લીધા વગર જ બાંધકામ કરી દીધું હતું. આ બાંધકામને નિયત કરાવવા માટે 2011 પહેલાં ગુડા હેઠળ ઈમ્પેક્ટ ફીનો ધરાર લાભ લીધો નહોતો.
સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટના ગેરકાયદે બાંધકામને દૂર કરવા મામલે દખલ કરવાનો ઈન્કાર કરવાને પગલે મ્યુનિ. તંત્ર સક્રિય બન્યું હતું અને પોલીસ કાફલા સાથે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગે સંજીવ ભટ્ટે માર્જિનની લગભગ 6 ફૂટથી વધુ જગ્યામાં કરેલા બે માળના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -