હાર્દિક તેની બહેનના લગ્નમાં ખર્ચવા 20 કરોડ ક્યાંથી લાવ્યો? વીડિયો વાયરલ થયા પછી કોણે કર્યો આ સવાલ?
થોડા દિવસ પહેલા જ હાર્દિક પટેલની બહેનના લગ્ન થયા હતા જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યારે ભાજપ પર આક્ષેપો કરનાર હાર્દિક પટેલ તેની બહેનના લગ્નમાં 20 કરોડ ક્યાંથી લાવ્યો તે પહેલા જણાવે આપો આક્ષેપ રેશ્મા પટેલે કર્યો હતો.
આંદોલનકારીઓના સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા ત્રણ વીડિયો પછી હાર્દિક પટેલે સૌથી મોટો આક્ષેપ કર્યો હતો કે, 10 આંદોલનકારીઓને ભાજપે કુલ રૂપિયા 46 કરોડ આપીને મારી પર આક્ષેપ કરાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોઈ દ્વારા વાઈરલ કરાયેલા વીડિયોથી ભાજપ ખુલ્લું પડી ગયું છે.
હાર્દિક પટેલની બહેન મોનિકાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં પાટીદાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતાં.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ અને હાર્દિક પટેલે એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને તોડવા માટે પાસના કન્વીનરો ‘પૈસા બોલતા હૈ’ની નીતિ અપનાવી ભાજપમાં જોડાઈ ગયેલા હોવાનો આક્ષેપ પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે.