ભાજપે ‘પાસ’ના 10 કન્વિનરોને 46 કરોડમાં ખરીદ્યા હતા, હાર્દિક પટેલનો આક્ષેપ
રેશ્મા પટેલ- 04, વરુણ પટેલ-06, ચિરાગ પટેલ-02, કેતન પટેલ-03, દિનેશ બાંભણિયા-08, નલિન કોટડિયા-13, રવિ પટેલ-02, કેતન કાંધલ-02, દિલિપ સાબવા-04 અને વિજય માંગુકિયા-02 કરોડ રૂપિયા લીધા હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને તોડવા માટે પાસના કન્વીનરો ‘પૈસા બોલતા હૈ’ની નીતિ અપનાવી ભાજપમાં જોડાઈ ગયેલા હોવાનો આક્ષેપ પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો મેં જાહેર કર્યાં નથી, જે કન્વીનરોને પૈસા નથી મળ્યાં તે લોકોએ આ વીડિયો વાઈરલ કર્યાં છે. પરંતુ વીડિયો પરથી સાબિત થઈ ગયું છે કે ભાજપે આંદોલનકારીઓને પૈસાથી ખરીદીને મારી વિરુદ્ધ બોલાવા ઊભા કર્યા હતા.
આંદોલનકારીઓના સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા ત્રણ વીડિયો પછી હાર્દિક પટેલે સૌથી મોટો આક્ષેપ કર્યો હતો કે, 10 આંદોલનકારીઓને ભાજપે કુલ રૂપિયા 46 કરોડ આપીને મારી પર આક્ષેપ કરાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં કોઈ દ્વારા વાઈરલ કરાયેલા વીડિયોથી ભાજપ ખુલ્લું પડી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -