✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના આંતરિક સર્વેમાં કેટલી બેઠકો મળવાનો અંદાજ ? નેતાઓના પગ તળેથી સરકી ગઈ જમીન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Aug 2017 12:00 PM (IST)
1

આ કારણે જ પાટીદાર અનામતના મુદ્દે છેલ્લા બે વર્ષથી આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ સાથે ઝડપથી સમાધાન કરી લેવા માટે હવે ભાજપ ઉતાવળીયુ થયુ છે. કોઈપણ કિંમતે પાટીદારોને મનાવી અને સમજાવી લેવાના પ્રયત્ન ભાજપ તરફથી શરૂ થયા છે.

2

રાઘવજી પટેલ, તેજશ્રીબેન પટેલ, પ્રહલાદભાઈ એમ. પટેલ સહિતના પાટીદાર ધારાસભ્યોને ભાજપમાં લાવવા પાછળ આ જ વ્યૂહરચના કામ કરી રહી છે. બીજી તરફ પાટીદારોને રાજી કરવા હાર્દિક સહિતના પાટીદાર આંદોલન ચલાવતા નેતાઓને સમજાવી સમાધાન જાહેર કરાવી દેવાની ઉતાવળ ભાજપ સરકારે શરૂ કરી છે.

3

ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ પ્રયત્નો કરીને આ બેઠકો જીતવા આદેશ આપ્યો છે. ભાજપના આંતરિક સર્વે અનુસાર પટેલો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરશે તેવી માહિતી ભાજપને મળી છે. આ કારણે ભાજપે પાટીદારોને મનાવવાના પ્રયત્ન પૂરજોશમાં શરૂ કર્યા છે.

4

ભાજપ હાઈકમાન્ડે આ બેઠકોનું નુકસાન કઈ રીતે રોકવું તેની વ્યૂહરચના ઘડવા આદેશ આપ્યો છે. ભાજપને સૌથી વધુ નુકસાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદારોની 34 બેઠકો પર થઈ રહ્યું છે. તેના કારણે ભાજપે હાઈ પાટીદાર મતદારોનું વર્ચસ્વ હોય તેવી 34 બેઠકો પર જોર લગાવવા કહ્યું છે.

5

અમદાવાદ: ભાજપ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તાજેતરમાં કરાયેલા આંતરિક સર્વે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 94 થી 95 બેઠકો મળી શકે તેમ છે. આ સર્વેના કારણે ભાજપમાં ખળભળાટ મચ્યો છે અને ભાજપના નેતાઓને કામે લાગી જવા હાઈકમાન્ડ તરફથી ફરમાન કરાયું છે.

6

હાલમાં ભાજપનું સંખ્યાબળ 121 ધારાસભ્યોનું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ 150 બેઠકોના મિશનની વાત કરે છે પણ ભાજપના જ આંતરિક સર્વેમાં ભાજપની હાલની બેઠકો જ નહીં જળવાય ને ત્રીસેક બેઠકો તૂટશે તેવું તારણ નિકળતાં બહાર આવતાં ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના આંતરિક સર્વેમાં કેટલી બેઠકો મળવાનો અંદાજ ? નેતાઓના પગ તળેથી સરકી ગઈ જમીન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.