આ ટેકનિકથી એક જ બેંકમાં દિવસના 27,000ની જૂની નોટો બદલાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી પછી એક દિવસમાં 4500 રૂપિયાની જૂની નોટો બદલાવી શકાય તેવો નિયમ બનાવ્યો છે. જો કે બેંકો પાસે જે સોફ્ટવેર છે તે જોતાં એક વ્યક્તિ એક જ બેંકમાંથી એક જ દિવસમાં 27,000 રૂપિયાની જૂની નોટો બદલાવી શકે છે.
જો કે બેંકોના સોફ્ટવેરમાં ભૂલ એ છે કે, એક જ વ્યક્તિના અલગ અલગ આઈડી પ્રૂફને તે નથી પકડી શકતું. જે વ્યક્તિ પાસે આ છ પુરાવા હોય તે દરેક પુરાવાને અલગ અલગ છ ફોર્મમાં જોડીને એક જ બેન્કની એક શાખાના એક જ કાઉન્ટર પર વારાફરતી આપી શકે છે અને દરેક ફોર્મ પર 4500 રૂપિયાની નોટો બદલાવી શકે છે.
રીઝર્વ બેંક દ્વારા અગાઉ મોકલેલા સોફ્ટવેરમાં તો એક જ ઓળખ કાર્ડની મદદથી પણ એક જ દિવસમાં નોટો એક્સચેન્જ કરી શકાતી હતી પણ રિઝર્વ બેન્ક દ્વારા ચલણી નોટ બદલવાના સોફ્ટવેરમાં સુધારા કરાયા પછી ફરી વખત એ જ આઈડી કાર્ડ સાથે તે નોટો બદલાવવા આવનારા ઝડપાઈ જાય છે.
રિઝર્વ બેન્કે મોકલેલું સોફ્ટવેર એક વ્યક્તિના આ છ પુરાવાને એકબીજા સાથે જોડતું નથી. તેના બદલે છ અલગ વ્યક્તિ સમજીને ચલણી નોટો સ્વીકારી લે છે. તેના કારણે બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ હોય તો એક જ વ્યક્તિના જુદા જુદા ઓળખના પુરાવા માન્ય રાખીને 27,000 રૂપિયાની નોટો એક જ દિવસમાં બદલી શકાય.
દરેક બેન્કમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બદલાવવા ફોર્મ ભરવું પડે છે. ફોર્મમાં નોટ બદલાવનાર વ્યક્તિની ઓળખના પુરાવાની વિગત આપવી જરૂરી છે. રિઝર્વ બેન્કે આધાર કાર્ડ, પાન કાર્ડ, નરેગા ઓળખ કાર્ડ, વોટર્સ આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ એ છ દસ્તાવેજને ઓળખના પુરાવા તરીકે માન્યતા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -