અમદાવાદઃ પતિને પત્નીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની થઈ શંકા, પછી શું થયું?
અમદાવાદઃજિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા (ચુવાળ) ગામે પતિએ પત્નીના આડાસંબંધની શંકા રાખી યુવકની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. દેત્રોજ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિન્ટુજી રામાજીને બોલાવીને થોડે દૂર લઈ ગયો હતો અને ત્યાં જ કેનાલની પાળી પર બેઠા હતા. અહીં તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી તેને પિન્ટુજીએ છરીના ઘા મારી દીધા હતા. બૂમાબૂમ થતાં રામાજીના મિત્રો ત્યાં દોડી ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, ડાંગરવા (ચુવાળ) ગામે પિન્ટુજી પરિવાર સાથે રહે છે. પિન્ટુજીને છેલ્લા થોડા સમયથી ગામના રામાજી સાથે આડાસંબંધ હોવાની શંકા હતી. દરમિયાન ગઈ કાલે રાતે રામાજી ડાંગરવાથી ધાંધલપુર ગામે જવાના પુલની કેનાલ પર મિત્રો સાથે બેઠો હતો, ત્યારે ત્યાં પિન્ટુજી આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -