અમદાવાદઃ મૂળ મુંબઈની યુવતીનું અપહરણ કરાવી ખુદ પતિએ ગુજાર્યો બળાત્કાર
પતિએ ચારિત્ર્યની શંકા રાખીને મેઘાને કાઢી મૂકતાં તે મુંબઈ પરત આવી ગઈ હતી અને ત્યાં જ રહેવા લાગી હતી. ત્યારે મેઘાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, ચારિત્ર્યની શંકા રાખી ઘરમાંથી કાઢી મુકાયા પછી તે દરિયાપુરમાં કાકાના ઘરે રહેતી હતી, ત્યારે એક દિવસ તેના પતિ અને સાસરીવાળાઓએ કારમાં આવી તેનું અપહરણ કર્યું હતું અને છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી હતી. વાત અહીંથી જ અટકી નહોતી પતિએ તેના ગળા પર ચપ્પુ મૂકી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ તેને તે રાત્રે ઢોર માર માર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં મૂળ મુંબઈની યુવતીએ પોતાના પતિ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે મૂળ મુંબઈની 32 વર્ષીય મેઘા(નામ બદલ્યું છે)ના 12 વર્ષ પહેલા અમદાવાદના અને શાહીબાગ ખાતે રહેલા પરેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક 11 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી તેના સાસરીવાળા મેઘા પર ચારિત્ર્ય અંગે આક્ષેપો કરી રહ્યા હતા. આ આક્ષેપો પછી ઉશ્કેરાયેલા પતિએ એક વર્ષ પહેલાં તેને માર મારીને કાઢી મૂકી હતી.
જોકે, બીજા દિવસે મેઘાના પરિવારજનોએ તેના પતિ પાસેથી તેને છોડાવી હતી. તેની ફરિયાદ પ્રમાણએ તેના સાસરીવાળાએ પતિને ઉશ્કેરતા 28 ઓગસ્ટ 2015નાં રોજ તેના પતિએ તેને મારમારી કાઢી મુકી હતી. ત્યારથી તે મુંબઈ પિયરમાં રહેવા જતી રહી હતી. દરમિયાન 6 જૂને મેઘા દરિયાપુર રહેતા કાકાના ઘરે આવી હતી. ત્યારે 10 જૂનની રાત્રે 9.30 વાગ્યે ઈકો સ્પોર્ટ કારમાં આવી તેનો પતિ અને સાસરિયા તેનું અપહરણ કરીને તેમના શાહીબાગ સ્થિત ઘરે લઈ ગયા હતા. જ્યાં તેની પાસે બળજબરીથી છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી હતી. આ જ રાત્રે તેના પતિએ ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -