એરવાડિયાએ હાર્દિક કોના ઇશારે ખોટા નિર્ણયો લઈ રહ્યો હોવાનો કર્યો દાવો, કયા નિર્ણયોને ગણાવ્યા અયોગ્ય?
આવા ઘણા બધા નિર્ણયો તે તારી અપરિપક્વતાને લીધે લીધા છે, તેનાથી હું તથા પાટીદાર સમાજ ખૂબ જ વ્યથિત છીએ અને અમારી લાગણી દુભાઈ છે. તારી આવા મનસ્વી નિર્ણયોના લીધે પાટીદાર સમાજની એકતા તૂટી રહી હોય તેવું મને સ્પષ્ટ પણે દેખાય છે. તારા માટે એક લીડર તરીકેના આવા કાર્યો ખરેખર નીંદનીય છે. રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા લોકો તને વીંટળાઇને બેઠા છે અને તારો તથા સમાજનો ખોટો રાજકીય ઉપયોગ કરવા માટે તલપાપડ છે. તારી મહત્વાકાંક્ષા સંતોષવા માટે સમાજનો રાજકીય ઉપયોગ ન થાય. આશા રાખીએ કે તું તારી આ અત્યંત ગંભીર ભૂલોને સુધારી લે અને ફરીથી ચિરાગભાઈ, કેતનભાઈ સાથે ખભેખભા મિલાવીને સમાજની અનામતની લડાઈમાં આગળ વધીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App- ચિરાગભાઈ અને કેતનભઆઈ જેવાં પાયાના અને નિસ્વાર્થ લોકોને આંદોલનમાંથી દૂર કરવા. - પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના એક રાજકીય પક્ષના સંગઠનની જેમ કરવી. - સુરતમાં તારી જેલમુક્તિ પછી અચાનક તેં જેને સમાજના ગદ્દાર કહ્યા હતા તેવા વિઠ્ઠલભાઈ રાદડિયા સાથેની ખાનગી મુલાકાત. - ઉપરાંત વસ્ત્રાલમાં શહીદોના પરિવારની મુલાકાત લેવાને બદલે તારા જન્મદિવસની કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરવી.
હાર્દિક તારી જેલમુક્ત બદલ તને પણ અભિનંદન. તારી જેલમુક્તિ પછી પાટીદાર આંદોલનની દિશા પણ બદલાઇ હોય એવું લાગે છે. સમાજને અત્યારે અનામતની જરૂર છે, નહીં કે નવનિર્માણની. તારા આવા નિવેદનોને લીધે સમાજનું જે સંગઠન ઊભું થયું હતું તેનો રાજકીય વળાંક આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવું મને એટલા માટે લાગે છે કે તારી જેલમુક્તિ પછી તારી સાથે રહેલ લલીતભાઈ વસોયા એન્ડ કુ.ના માર્ગદર્શન નીચે તેં જે ખોટા નિર્ણયો તેમના દબાણમાં આવીને લીધા છે. આગળ વાંચોઃ હાર્દિકે કયા નિર્ણયો ખોટા કર્યા હોવાનો દાવો એરવાડિયાએ કર્યો છે?
અમદાવાદઃ હાર્દિક પટેલની જેલમુક્તિ પછી પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આંતરિક વિખવાદો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. એકબીજા પર કૌભાંડો અને રાજકીય મહત્વાકાંક્ષાના આરોપો લાગી રહ્યા છે, ત્યારે ગઈ કાલે નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે સૌરાષ્ટ્ર ઝોનના પાસ કન્વીનર નિલેશ એરવાડિયાએ હાર્દિકને સંબોધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નિલેશ એરવાડિયાએ હાર્દિકને સલાહ આપી છે કે, તે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે સમાજનો રાજકીય ઉપયોગ ન કરે. તેમજ એરવાડિયાએ તે અમુક લોકોના દબાણને કારણે ખોટા નિર્ણયો લઈ રહ્યો છે. તેમજ તેના અમુક નિર્ણયોનો ઉલ્લેખ પણ તેણે આ પત્રમાં કર્યો છે. આગળ વાંચોઃ કોના ઇશારે હાર્દિક કરી રહ્યો છે નિર્ણયો, કયા નિર્ણયો ગણાવ્યા ખોટા?
- - - - - - - - - Advertisement - - - - - - - - -