✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાવધાન! 15 એપ્રિલ પછી ટ્રાફિક નિયમનો ભંગ કરે તો અમદાવાદીઓને કેટલો ચૂકવવો પડશે દંડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 04:38 PM (IST)
1

ઈ-મેમો મુદ્દે ઘણો વિવાદ થતાં સરકારે થોડા સમય માટે ઈ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દીધી હતી. અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે.

2

રિક્ષામાં વધુ પેસેન્જર ભરેલા હોય, ટૂ-વ્હિલરમાં ત્રણ સવારી, રોન્ગ સાઈડ જનાર પાસેથી રૂ. 1000 વસૂલાશે, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર, BRTS રૂટ પર ભયજનક ડ્રાઈવીંગ કરનારને પ્રથમ વખત રૂપિયા 1000 દંડ વસૂલવામાં આવશે. અને બીજી અને ત્રીજી વખતે બે-બે હજાર જ્યારે ચોથી વખત નિયમ ભંગ કરે તો લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા થશે

3

અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે.

4

અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઊભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જોકે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે.

5

હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ફેન્સી નંબર પ્લેટ રાખનારને, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને પ્રથમ વખત રૂ. 100 દંડ વસૂલાશે, જ્યારે બીજી અને ત્રીજી વખત ભંગ કરનાર પાસેથી રૂ. 300 વસૂલાશે, ચોથી વખત નિયમ ભંગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે.

6

અમદાવાદ: ટ્રાફિક નિયમનો ભંગ કરનારાને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની પ્રક્રિયા ફરીથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો આપવાનું સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સાવધાન થઈ જાઓ. જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિંગ્નલ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.

  • હોમ
  • અમદાવાદ
  • સાવધાન! 15 એપ્રિલ પછી ટ્રાફિક નિયમનો ભંગ કરે તો અમદાવાદીઓને કેટલો ચૂકવવો પડશે દંડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.