અમદાવાદઃ બિઝનેસમેનના પુત્રે નવમા માળેથી કૂદીને કર્યો આપઘાત, જાણો કેમ ટૂંકાવી લીધું જીવન?
પાલડી પોલીસે શાહીલના ઘરે શોધખેળ કરી હતી પરંતુ આત્મહત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. આ ઉપરાં સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી નથી. પોલીસ તપાસ કરી રહી છે કે શાહીલને પ્રેમ-પ્રકરણ કે ભણવા બાબતે વિવાદ ચાલતો હતો કે અન્ય કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી છે. જો કે પોલીસને કોઈ સબળ કારણ જાણવા મળ્યું નથી.
યુવક બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બાબતે, પિતાથી અન્ય ધંધો કરવા માંગતો હતો કે વધુ અભ્યાસ બાબતે ઘરમાં મતભેદ ચાલતો હતો કે કેમ તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં 20 વર્ષીય યુવકે નવમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે સાહીલ શાહે શા માટે આત્મહત્યા કરી તે અંગે રહસ્ય અકબંધ છે. શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમા ફ્લોર પર રહેતા રહેતા સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઇઓ તરીકે જોડાયો હતો.
શાહિલ જે ફ્લેટમાં રહે છે તે એપાર્ટમેન્ટ 10 માળનો છે. તેમજ ધાબા ઉપરથી આત્મહત્યા કરવી સરળ નથી કારણ કે નીચે છજુ છે. ફ્લેટના ધાબા ઉપર ત્રણ બાજુથી જવાય તેમ છે. જેથી તે પહેલા ધાબા ઉપર જઈને આત્મહત્યા કઈ બાજુથી કરી શકાય તે જોતો હોય તે દ્રશ્યો ફ્લેટના સીસીટીવી કેમેરેમાં કેદ થયા છે. આ ઉપરાંત તે છજા ઉપર લટકીને કુદકો મારીને 10માં માળેથી મોતની છલાંગ મારતો હોય તે ઘટના સીસીટીવી ફુટેજમાં દેખાય છે. આ ઉપરાંત શાહીલે આત્મહત્યા કરી તેની 4 સેકન્ડ પહેલા જ એક યુવક ત્યાંથી જતો દેખાય છે.
સાહિલ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો. સાહિલે આજે સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ અચાનક જ નવમાં માળેથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા અને તેઓ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસ તથા સાહિલના પરિવારને જાણ કરી હતી.પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. સાહીલને ડાન્સનો પણ ખૂબ શોખ હતો અને ફિલ્મ સ્ટાર્સ સાથે પણ તેના ફોટોઝ જોવા મળે છે. સાહીલ જેકલીન ફર્નાન્ડીઝથી લઇ ટીવી એક્ટ્રેસ હેલી શાહ અને કોરિયોગ્રાફર સંદીપ સાપોરકર સાથે પણ જોવા મળી ચૂક્યો છે.