અમદાવાદઃ બેંક ઓફિસરની બદલી થતાં પ્રોફેસર મિત્રે તેની પત્નિ સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પત્નિને પડી ખબર ને પછી........
અશોક અને રોશની બન્ને બહાર એકબીજાને મળવા લાગ્યા હતાં અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતાં. જોકે એક દિવસ આ સમગ્ર ઘટનાની જાણ પ્રોફેસર અશોકની પત્ની જાનકીને થતાં સમગ્ર મામલો પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો. જોકે પીઆઈની સમજાવટ બાદ સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી નહતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅશોક રોશનીના પ્રેમમાં પડ્યો ત્યાર બાદ તે બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતાં. બેંકમાં નોકરી કરતાં રોનકની બદલી થતાં તે ત્યાં નોકરી કરવા જતો રહ્યો હતો જોકે બદલી થતાં તેના ઘરના કામકામ માટે મિત્ર અશોકને મદદ કરવાનું કહ્યું હતું. જોકે અશોક અને રોશનીને વારંવાર મળવાનું થતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં.
અમદાવાદાના સેટેલાઈટમાં રહેતા પ્રોફેસર અશોકના લગ્ન જાનકી સાથે થયા હતા જ્યારે મિત્ર રોનકના લગ્ન રોશની સાથે થયા હતા. પ્રોફેસર અશોક અને રોનક બન્ને ખાસ મિત્રો હતો. જોકે એક દિવસ એવું થયું કે, બેંકમાં નોકરી કરી રહેલા રોનકની દક્ષિણ ગુજરાતમાં બદલી થઈ ગઈ હતા ત્યારે પ્રોફેસરની નોકરી કરતો અશોક મિત્રની પત્ની રોશનીના પ્રેમમાં પડ્યો હતો.
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આવેલા શ્રીમંત પરિવારના 2 કપલ પૈકી પ્રોફેસરની પત્નીએ પોલીસને કહ્યું હતું કે, મારા પતિને તેમના મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ છે, હવે મારે તેની સાથે નથી રહેવું, છૂટાછેડા જ લેવા છે. જોકે સમજાવટના અંતે મિત્રતા તોડવાની શરતે સમાધાન થઈ ગયું હતું.
અમદાવાદ: શ્રીમંત પરિવારના 2 કપલ પૈકી પ્રોફેસરને મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધો હતો જેના કારણે પત્ની તેની સાથે રહેવાનું ના પાડતી હતી અને છૂટાછેડા લેવાનું કહેતી હતી. આ સમગ્ર ઘટના બાદ બન્ને કપલ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાં 6 કલાકની સમજાવટ બાદ મિત્રતા તોડવાની શરતે સમાધાન કરી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -