✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં થશે વધુ અસર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 11:06 AM (IST)
1

24 જુલાઈએ મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે.

2

હવામાન ખાતા દ્વારા જણાવાયું છે કે, 24 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડશે અને લગભગ દરેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરને કારણે અમદાવાદમાં 24 જુલાઈથી ચોમાસું જોર પકડશે.

3

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, શનિવારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી દૂરના વિસ્તારોમાં હવાનું નીચું દબાણ અને દક્ષિણ ગુજરાત ઉપર હવાનું ઉંચું દબાણ રહ્યું હતું. આ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત અને બાજુના કેંદ્ર શાસિત પ્રદેશોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે.

4

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહેલી સિસ્ટમ આગામી ચાર દિવસમાં મધ્ય-પૂર્વ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ ઢળે તેવી શક્યતા દર્શાવી છે. કચ્છવાસીઓને વરસાદ માટે થોડી રાહ જોવી પડે તેમ છે.

5

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, શહેરી વિસ્તારોમાં પવનની ગતિમંદ રહેતા નાગરીકોને ભરચોમાસે ઉકળાટનો અનુભવ કરવો પડ્યો હતો.

6

હવામાન વિભાગ આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય થઈ છે.

7

અમદાવાદ: વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ વિરામ લીધો છે ત્યારે રવિવારે ફક્ત ડાંગના સુબિર તાલુકામાં જ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકાઓમાં ઝરઝર વરસાદ પડી રહ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં થશે વધુ અસર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.