નવરાત્રિમાં અમદાવાદના લોકો ક્બલ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં નહીં માણી શકે ગરબાની મજા, જાણો કેમ
સ્પેશિયલ બ્રાંચના એસીપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, પાસથી રાસ -ગરબામાં એન્ટ્રી આપતી ક્લબો, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાંથી કોઈએ પણ હજુ સુધી રાસ ગરબાની મંજૂરી માગી નથી. જોકે પાર્કિંગની સમસ્યા નિવારવા માટે ગરબાના આયોજકો તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે પણ મીટિંગ યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોસાયટીમાં યોજાતા રાસ ગરબામાં લાઉડ સ્પીકર વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવી પડે છે. દર વર્ષે અમદાવાદના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલી સોસાયટી રાસ-ગરબા માટે મંજૂરી લે છે. તે મંજૂરી માત્ર દસ વાગ્યા સુધીની જ આપવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે આ આંકડામાં બહુ મોટો વધારો થવાની શકયતા પોલીસે નકારી નથી.
અમદાવાદમાં આવેલી ક્લબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસના સંચાલકો પાસે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા નથી અને રાસ ગરબા માટે સ્પેશિયલ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવી તેમના માટે શક્ય નથી. આયોજકો આ વર્ષે એસપી રિંગ રોડ અને ગાંધીનગરત તરફ વળ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
જેના કારણે પાર્કિંગના મુદ્દે પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે આયોજકો ચાલુ વર્ષે રાસ ગરબા કરવાનું ટાળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એસજી હાઈવે ઉપર આવેલી કલબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસોની નજીકમાં ખુલ્લા ખેતરો આવેલા છે. જેથી ત્યાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરી શકાય તેમ હોવાથી ચાલુ વર્ષે રાસ ગરબાના આયોજકો એસપી રીંગ રોડ તરફ વળ્યાં હોવાનું આયોજકોનું માનવું છે.
પરંતુ નવરાત્રીને હવે માંડ 10 જ દિવસ બાકી રહ્યા હોવાથી આ વર્ષે બહુ જ ઓછી જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોનું માનવું છે. જેના કારણે આ વર્ષે શેરી ગરબા અને સોસાયટીઓમાં રાસ ગરબાની રમઝટ વધારે જોવા મળશે. મહત્વનું છે કે એસજી હાઈવે પરની ક્લબો, પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસોમાં રાસ ગરબામાં ભાગ લેવા આવનારા લોકોના વાહનો પાર્ક થઈ શકે એટલી જગ્યા નથી.
અમદાવાદ: અમદાવાદમાં ગયા વર્ષે ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ મળીને કુલ 75 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જોકે આ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી આજ દિન સુધી એક પણ આયોજકે રાસ ગરબાની મંજૂરી લેવા આવ્યું નથી. જોકે આયોજકો નવરાત્રીના 2-3 દિવસ પહેલાં જ મંજૂરી માટે દોડભાગ કરતાં હોવાથી છેલ્લા દિવસોમાં મંજૂરીનો આંકડો વધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -