એટીએમમાંથી પૈસા ઉપાડતાં પહેલાં આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહિંતર ખાતામાંથી કપાઈ જશે પૈસા
અન્ય બેંકના એટીએમમાંથી મહિનામાં 3 ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી નથી લાગતી. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને સર્વિસ ટેક્સ ચૂકવવો પડતો હતો. હવે 30 ડિસેમ્બર સુધી પોતાના એટીએમમાંથી ઉપાડ પર કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકોનાં એટીએમમાંથી ઉપાડની મર્યાદા 19 નવેમ્બરથી વધીને રોજના 4000 રૂપિયા થઈ જવાની છે પણ ત્યાં સુધીમાં લોકોએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. અત્યાર સુધીના મિયમો અનુસાર તમારી બેંકના એટીએમમાંથી મહિનામાં 5 વખત ટ્રાન્ઝેક્શન કરો છો તો કોઈ ફી નથી લાગતી.
એ પછી બીજી બેંકનાં એટીએમનો ઉપયોગ કરશો તો પૈસા કપાઈ જશે તેથી 30 ડીસેમ્બર સુધી પોતાની બેંકનાં એટીએમનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. નાછૂટકે જ અન્ય બેંકનાં એટીએમનો ઉપયોગ કરવો અને તેમાં પણ પાંચ ટ્રાન્ઝેક્શન્સથી વધારે ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. નહિંતર તમારે વણજોઈતો ચાર્જ આપવો પડશે.
અમદાવાદઃ આજથી દેશભરના તમામ એટીએમ ચાલુ થઈ ગયા છે અને તમે એટીએમ મશીનમાંથી એક દિવસમાં 2000 રૂપિયા ઉપાડી શકો છો. જો કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જતાં પહેલાં એક ખાસ મહત્વની બાબત ધ્યાનમાં રાખજો, નહિંતર તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. મોટા ભાગનાં લોકોને આ વાતની ખબર જ નથી.
મુંબઈ, નવી દિલ્હી, કોલકાત્તા, ચેન્નાઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એ છ મેટ્રો શહેર મનાય છે. ગુજરાતનું કોઈ શહેર મેટ્રો સિટીઝમાં નતી તે જોતાં ગુજરાતમાં પોતાની બેંક સિવાયના એટીએમમાંથી પાંચ વાર ઉપાડ કરી શકાશે. જો કે અત્યારે બે હજાર રૂપિયાના ઉપાડની મર્યાદા છે તે જોતાં મહત્તમ 10,000 રૂપિયાનો ઉપાડ કરી શકાશે, જે પૂરતું નથી.
વાસ્તવમાં બેંકો પોતાના ગ્રાહકો માટે એટીએમ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લે પણ તમે બીજી બેંકના એટીએમમાંથી ઉપાડ કરશો તો તમારા પર ચાર્જ લાગશે. તેમાં થોડીક રાહત અપાઈ છે અને મેટ્રો શહેરોમાં 31 ડીસેમ્બર સુધી ત્રણ અને નોન-મેટ્રો શહેરોમાં પાંચ ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ નહીં લાગે પણ તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લાગશે.
એટીએમ બે દિવસ બંધ રહ્યા પછી શુક્રવારથી ચાલુ થયાં તે પહેલાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચનાથી જાહેરાત કરાઈ હતી કે. એટીએમ મશીનમાં કાર્ડ સ્વાઈર કરપાર લેવામાં આપતી ફી માફ કરવામાં આવી છે. તેના કારણે લોકોને લાગે છે કે એટીએમમાંથી ગમે તેટલી વાર નાણાં ઉપાડો કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે પણ આ જાહેરાત છેતરામણી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -