અમદાવાદઃ ચાંદખેડામાંથી પકડાયું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, 10 લોકોની ધરપકડ
આરોપીઓની કેફિયત મુજબ યુ.એસમાં સરળતાથી ઓન લાઇન લોન મળે છે. અને ૫૦૦થી ૧૦૦૦ ડોલર સુધીની લોનની ચૂકવણી સમયસર થતી નથી, જેથી આવા લોન હોલ્ડરોની માહિતી એજન્ટ વિકાસ ઉપાધ્યાય પાસેથી લીડ સ્વરૃપે એક નંબરના એક રૃપિયા લેખે મેળવતા હતા. આ રીતે એક સાથે ૪૦૦૦ નંબરોની લીડ મેળવી આ નંબરો પોતાના કમ્પ્યુટરમાં સેટ કરી આ ડાયલર ઓપરેટરો દ્વારા લોન હોલ્ડરોને તેઓની લોનના નાણાં સત્વરે ભરી દેવા માટે તેમનો સંપર્ક કરાવતા હતા અને ટેક્સ મેસેજ અથવા વોઇસ મેસેજ દ્વારા જે તે લોન હોલ્ડર આ કોલ સેન્ટરના ઓપરેટરનો સંપર્ક કરતા હતા.
પોલીસ પૂછપરછમાં પ્રિતેશ જોષી ડાયલર અને ક્લોઝર આપરેટર તરીકે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતા ભાડુતી માણસો રાખીને ઉપરોક્ત ઓફિસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. તેઓ અમેરિકામાં ઓન લાઇન લીડ લોન હોલ્ડરનો સંપર્ક કરીને તથા સંપર્ક કરાવીને તેઓને હોલમાર્ક તથા અન્ય કંપનીમાંથી ગ્રીન-રીલોડ કાર્ડ દ્વારા તેમજ લોન હોલ્ડરોના પ્રિપ્રેઇડ રિલોડ કાર્ડ સ્ટોર્સમાંથી ખરીદી કરાવી તેના નંબર દ્વારા નાણાં ચેકથી ભરાવીને રૃપિયા નરોડા ખાતે રહેતો વિકાસ ઉપાધ્યાય નામનો શખ્સ હલાવા દ્વારા મેળવી લેતો હતો.
વિસત ચાર રસ્તાથી ગાંધીનગર જવાના માર્ગ પર આવેલા ફોર ડી સ્કેવર મોલમાં ઝોન-૨ ડીસીપી ઉષા રાડાએ શુક્રવારે મધરાત્રે દરોડો પાડીને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડી પાડયું હતું. કોલ સેન્ટરમાંથી મૂળ જામનગરના અને હાલ ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ નજીક પરમેશ્વર પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિતેશભાઇ શંકરભાઇ જોષી સહિત ૧૦ આરોપીની ધરપકડ કરી હતી.
કોણ કોણ પકડાયા (૧) કોલ સેન્ટરનો મુખ્ય સુત્રધાર પ્રિતેશ જોષી (ચાંદખેડા, પરમેશ્વર એપાર્ટમેન્ટ), (૨) એરોન વેખુ સુમી (નાગાલેન્ડ, ચાંદખેડા, કુમકુમ રેસિડેન્સી), (૩) અર્જુન લીલનાથ શ્રેષ્ઠા (નાગાલેન્ડ, ચાંદખેડા, કુમકુમ રેસીડેન્સી) (૪) વાનલલોન્સવાલા સાંગનાથ ફનાઇ (મિઝોરમ,અગોરા એપાર્ટમેન્ટ, સુઘડ), (૫) ચીન્મય પોદાન કુમ (નાગાલેન્ડ, ચાંદખેડા, કુમકુમ રેસિડેન્સી ), (૬) અંગતુ જેહોસ .યથ્થોમી (નાગાલેન્ડ, ચાંદખેડા, કુમકુમ રેસિડેન્સી), (૭) લાલદીનશાંગા થાનસીંગ પાચુ ( અગોરા એપાર્ટમેન્ટ, સુઘડ), (૮) રોશનજ્વાલા રૌજીના પ્લાવ (મિઝોરમ, અગોરા એપાર્ટમેન્ટ, સુઘડ), (૯) ઝૌનુસાંગી લલમીગલીયાના સોયલો (મિઝોરમ, સુઘડ), (૧૦) ફહીમભાઇ મુસ્તાક શેખ (દરિયાખાન ઘુમટ, શાહીબાગ)
કોલ સેન્ટરમાં સંપર્ક કરનારાને યુ.એસ.માં આવેલા વોલ માર્ટ કે નક્કી કરેલા એલ્બર્ટસન જેવા સ્ટોરમાંથી પ્રિપેઇડ રિલોર્ડ કાર્ડ ખરીદ કરાવતા હતા અને તેમાં નાણાં જમા કરાવી તે રિલોડ કાર્ડનો નંબર મેળવીનેેે તે નંબરને યુ.એસ.માં રહેલા એજન્ટ મારફતે વિકાસ ઉપાધ્યાય અમેરિકામાં નાણાં રિકવર કરાવતો હતો અને તેનું કમિશન કાપી બીજા બાકીના નાણાં હવાલા મારફતે પ્રિતેશને આપતો હતો. આ કોલ સેન્ટરમાં ૭૦૦૦ ડોલર જેટલું કામ થયું હતું. પોલીસે કોલ સેન્ટરમાંથી દસ શખ્સોની ધરપકડ કરીને કમ્પ્યુટર સેટ, મોબાઇલ, રોકડ ૧૮૦૦ સહિત કુલ રૃપિયા ૩, ૧૦, ૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ રેકેટમાં નરોડાનો વિકાસ ુઉપાધ્યાય તથા જ્ઞાાનેશ ફરાર હોવાથી તેની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ રાજ્યમા સાગર ઠક્કર સહિત કેટલાય ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવીને કૌભાંડ આચરતા હતા. તેના પર્દાફાસ મહારાષ્ટ્ર પોલીસે કર્યો હતો. ત્યારે અમદાવાદના ચાંદખેડામાંથી વધુ એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરન ઝડપાયું છે. આ ઘટનામાં કોલ સેન્ટરના સંચાલક પ્રિતેશ જોષી સહરિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે