✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પૂણેઃ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો અમદાવાદનો પરિવાર, સુસાઇડની શક્યતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2018 12:40 PM (IST)
1

બાદમાં ફલેટની બાલ્કની પરથી જયેશના ફલેટમાં પ્રવેશ્યો ત્યારે જયેશ દોરડા સાથે લટકેલો હતો અને તેની પત્ની અને દિકરાના મૃતદેહ પલંગ પર પડ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી નથી.

2

સીનિયર ઈન્સપેકટર દયાનંદ ધોમેએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર જયેશ પટેલ અને તેની પત્નીનું મોત છત પર લટકી જવાને કારણે થયું છે. ઘટનાના બે દિવસ પહેલાથી જયેશ પોતાના મિત્રો અને સાથીઓના સંપર્કમાં નહોતો.સોસાયટીના રહીશના જણાવ્યા મુજબ, ગુરુવારે સવારે જયેશના મિત્રો તેના ફલેટ પર આવ્યા હતા. જયારે તેમને સાંજ સુધી કોઈ રિસ્પોન્સ ન મળ્યો, ત્યારે તેમણે સોસાયટીના ચેરમેનનો સંપર્ક કર્યો હતો.

3

પોલીસના કહેવા પ્રમાણે, પોતાના ચાર વર્ષના બીમાર દીકરા નક્ષનું મૃત્યુ થવાને કારણે જયેશ પટેલ અને તેની પત્નીએ આત્મહત્યા કરી હોઇ શકે છે. જોકે, બાળકના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે જયેશ છેલ્લા બે વર્ષથી યેરવાડાની એક સોફટવેર કંપનીમાં કામ કરતો હતો. ચાર મહિના પહેલા જ આ પરિવાર પોતાના ફલેટમાં શિફટ થયો હતો.

4

અમદાવાદઃ પૂણેમાં હાઉસિંગ સોસાયટીના બીજા માળે એક ફ્લેટમાં મૂળ અમદાવાદનું દંપતિ મૃત હાલતમાં મળી આવ્યું હતું. 34 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર જયેશ પટેલ તેની પત્ની ભૂમિકા અને પુત્ર નક્ષ સાથે ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દંપતિએ 4 વર્ષના દીકરા નક્ષનું બીમારીને કારણે મોત થતાં આત્મહત્યા કરી હોવાની સંભાવના છે.

  • હોમ
  • અમદાવાદ
  • પૂણેઃ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો અમદાવાદનો પરિવાર, સુસાઇડની શક્યતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.