‘પદ્માવત’ના વિરોધમાં અમદાવાદના ક્યા થીયેટરમાં આગ લગાવવાનો પ્રયાસ કરી કરાઈ તોડફોડ, જાણો વિગત અને તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ રિલિઝ નહીં કરવાનો ગુજરાતના મોટાભાગના થિયેટર માલિકોએ નિર્ણય લીધો છે છતાં થીયેટરને નિશાન બનાવાતાં મલ્ટિપ્લેકસ માલિકોમાં રોષ છે. નિકોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટોળાને વિખેરીને સ્થિતિને થાળે પાડી હતી. બીજી તરફ મોડી રાત્રે સાણંદ ટોલનાકા પાસે ટોળા દ્વારા એસટીની બસને આંગ ચાંપવામાં આવી હતી.
અમદાવાદઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ 25 જાન્યુઆરીએ રિલિઝ થાય એ પહેલાં જ તેની સામેના વિરોધની આગ સમગ્ર રાજ્યમાં પ્રસરી છે. કરણી સેનાએ ‘પદ્માવત’ ફિલ્મ બતાવનારા થીયેટરને આગ લગાવી દેવાની જાહેરાત કરી છે ને આ ધમકીનો અમલ તેમણે અમદાવાદના થીયેટરથી કર્યો છે.
ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં સમગ્ર રાજ્યમાં શનિવારે ઠેર ઠેર ધરણાં પ્રદર્શન થયાં હતાં. એટલું જ નહીં પણ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તો એસટી બસોને આગ પણ ચાંપવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. જ્યારે અનેક જગ્યાએ ટાયરો સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. રાજહંસ થીયેટરને કેમ નિશાન બનાવાયું એ સ્પષ્ટ નથી પણ પોલીસના માનવા પ્રમાણે થીયેટર માલિકોમાં ભય પેદા કરવા આ તોડફોડ કરાઈ છે કે જેથી બીજું કોઈ થીયેટર ‘પદ્માવત’ રીલીઝ કરવાની હિંમત ના કરે. રાત્રે મલ્ટિપ્લેક્સમાં ટોળા દ્વારા તોડફોડ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
નિકોલના રાજહંસ મલ્ટિપ્લેક્સને ટોળાએ નિશાન બનાવ્યું હતું. ફિલ્મને ગુજરાતના મલ્ટિપ્લેક્સ અને થિયેટરમાં રિલીઝ નહીં થવા દેવા માટે કરણી સેનાએ ટિકિટ કાઉન્ટર પરના કાંચ ફોડી નાંખ્યો હતો. રાત્રે ૫૦-૬૦થી વધુ લોકોના ટોળાએ થિયેટરની ટિકિટ વિન્ડોનો કાંચ ફોડીને ફિલ્મ રિલીઝ નહીં કરવાનો વિરોધ કર્યો હતો.
શનિવારે મોડી રાત્રે નિકોલના રાજહંસ થિયેટરમાં 50-60નું ટોળું અચાનક ધસી આવ્યું હતું. તેમણે ટિકિટ બારી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ ન થતાં અંદર ઘૂસીને તોડફોડ કરી હતી. સમાચાર મળતાં નિકોલ સહિત આસપાસના ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે ધસી આવતાં તોડફોડ કરનારું ટોળું ભાગી ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -