કુંવરજીને જીતાડવા ભાજપે ક્યા બે મંત્રી સહિત 18 ધુરંધરોને મેદાનમાં ઉતાર્યા?
ભાજપે બે મંત્રી સૌરભ પટેલ અને જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત મોહન કુંડરિયા, હીરાભાઈ સોલંકી, જયંતિ કવાડિયા, કિરીટ સિંહ રાણા, બાબુભાઈ જેબલિયા, ગોવિંદ ભાઈ પટેલ, આર. સી. મકવાણા, નીતિન ભારદ્વાજ, રમેશ મગર, અમોહ શાહ, જયંતિ ઢોલ, ભરત બોધરા, પ્રકાશ સોની ટીમમાં છે.
બાવળીયાને ભાજપ ભલે કોંગેસમાંથી પાર્ટીમાં લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ કોંગ્રેસ તરફી છે. તાજેતરમાં જ યોજાયેલી જસદણ તાલુકા પંચાયતની ચુંટણીમાં કોગ્રેસનો વિજય થયો હતો. આ કારણે કુંવરજી હારી જાય તો ભાજપનું નાક વઢાઈ જાય ને બીજા નેતા ભાજપમાં ના આવે તેથી ભાજપે આ બેઠક જીતવી જરૂરી છે.
આ માટે સી.એમ. હાઉસ ખાતે પહેલા ચર્ચા વિચારણા કરાઈ હતી. ભાજપ દ્વારા પ્રથમ વખત કોઇ પેટાચૂટંણી માટે આટલી મોટી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, જયાં અત્યાર સુધી પ્રજાએ કોગ્રેસના પંજાને આવકાર્યો છે.
જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે તેથી ભાજપ ચિંતામાં છે. આ બેઠકની પેટાચૂંટણીમાં કોઈ કસર ના રહે તે એટલે ભાજપે બાવળિયાને જીતાડવા માટે આ પ્લાન ઘડ્યો છે. લોકસભાની દરેક બેઠક માટે પ્રભારી, ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની જાહેરાત કરાયા બાદ શનિવારે કમલમ ખાતે 18 હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
જસદણઃ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોળી આગેવાન અને કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાને જીતાડવા ભાજપે 18 ધુરંધરોની ટીમની જાહેરાત કરી છે. જસદણ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે 18 પદાધિકારીઓની ટીમની જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સીએમ હાઉસમાં ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરી હતી.