જસદણ પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં લાગી આગ, પાટીદાર આગેવાનો અમિત ચાવડાને કેમ લખ્યો પત્ર? જાણો વિગત
ભાજપ તરફથી કુંવરજી બાવળિયા 30 તારીખે ફોર્મ ભરે તેવી શક્યતા છે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 23 તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26 ડિસેમ્બરથી ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે જસદણ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી કોઈ કોળી ઉમેદવારને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
કોંગ્રેસ હાલ જસદણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત નહીં કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તો પક્ષમાં આંતરિક વિખવાદ થાય તેવી શક્યતા લાગે છે.
આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનમાં પાટીદાર આગેવાનોની અવગણના કરવામાં આવી છે. સંગઠનમાં ફક્ત છ ટકા જ પાટીદાર આગેવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાટીદારોના રોષને મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે. રાજીવ સાતવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા છે જ્યાં તેમની સાથે બેઠક કરશે.
રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જસદણ બેઠક પર કોંગ્રેસ તરફી કોળી જ ઉમેદવાર ઉતારશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને તેમને હાંસિયામાં ધકેલી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.