આ ઉતરાયણ પર ગુજરાતના આકાશમાં છવાશે 'જય સરદાર, જય પાટીદાર' પતંગ, જાણો કોણે કર્યું લોકાર્પણ ?
હાર્દિકે ઉમેર્યું કે ગુજરાતમાં અત્યંત લોકપ્રિય તહેવાર ઉતરાયણ ( મકરસંક્રાતિ ) દરમિયાન પાટીદાર યુવાઓમાં ઉત્સાહ વધારવા માટે પાટીદાર પતંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને પાટીદારો એ રીતે પોતાની લાગણી વ્યક્ત કરશે.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની હાજરીમાં શનિવારે પાટીદાર યુવાનો દ્વારા આ પતંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદયપુમાં આ લોકાર્પણ પ્રસંગે હાર્દિકે કહ્યું કે, સમાજમાં ઉત્સાહ જોઈને લડાઈ લડવા માટેનું જોશ મળે છે.
અમદાવાદઃ આ ઉતરાયણ પર ગુજરાતના આકાશમાં છવાઈ જવા માટે પાટીદારો સજ્જ છે. પાટીદારોને અનામત આપવાની માગણી બુલંદ કરવા માટે ઉતરાયણ પર 'જય સરદાર, જય પાટીદાર' લખેલા પતંગો મોટી સંખ્યામાં ગુજરાતના આકાશમાં ચગાવાશે.
'જય સરદાર, જય પાટીદાર' લખેલા પતંગો પર એવું લખાણ પણ લખવામાં આવ્યું છે કે, અનામત અમારો હક છે અને અમે તે આન, બાન, શાનથી મેળવીને રહીશું. જય સરદાર. હાર્દિક પટેલ 17 જાન્યુઆરીએ ગુજરાત આવે તે પહેલાં પાટીદારોમાં ઉત્સાહ પ્રેરવાના પ્રયત્નરૂપે આ લોકાર્પણ કરાયું છે.