અમદાવાદઃ 'મને ત્રણ વખત પ્રેગ્નેન્ટ કરી મારી જીંદગી બગાડી', યુવતીએ સૂસાઇડ નોટમાં બીજું શું લખ્યું? જાણો
રિનાના ત્રણ વર્ષ અગાઉ રાજકોટ ખાતે લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતાં એક વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેની સગાઈ નરોડા ખાતે કરવામાં આવી હતી અને આગામી 19મી ફેબ્રુઆરીએ તેના પુનઃલગ્ન કરવાના હતાં. જોકે, આ પહેલાં જ રિનાએ આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને ખાત્રજ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતી રીના વાઘેલા(ઉ.વ. 23)એ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવતી પાસેથી એક સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે રાધે નામની વ્યક્તિ સાથે છેલ્લા સાત વર્ષથી પ્રેમસંબંધો હતા. આ પ્રેમસંબંધમાં તે ત્રણ-ત્રણ વાર પ્રેગ્નેન્ટ થઈ હોવાનો ખૂલાસો કર્યો છે. એટલું જ નહીં, તેણે આ માટે પોતાના પ્રેમીને જવાબદાર ઠેરવ્યો છે અને તેને દગ્ગો કર્યો હોવાનું અને મોતનો બદલો લેવાનું જણાવ્યું છે.
રિના બુધવારે સવારે કંપનીમાં કોલ કરી પોતાને નોકરી કરવી ન હોવાથી પોતાનો પીએફ તથા પગાર તૈયાર રાખવાનું જણાવ્યું હતું. આ પછી નિત્યક્રમ મુજબ નોકરી પર ગઈ હતી. જોકે, મોડી સાંજ સુધી ઘરે ન ફરતાં પરિવારજનો મુંઝાયા હતા અને કંપનીમાં કોલ કરતાં તે નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારજનોએ સાંતેજ પોલીસ મથકમાં જાણવાજોગ આપી હતી.
તેણે લખ્યું છે કે, મને ત્રણ વખત પ્રેગ્નેન્ટ બનાવી આ બધી મારી ભૂલ ન હતી. ત્યારે તમને મારા ભવિષ્યનો વિચાર ન આવ્યો. પરંતુ હવે તમારો અને મારો ટાઈમ પુરો થઈ ગયો છે. કેમકે હવે મારા માટે જીવવું અશક્ય છે. સોરી, મારા મમ્મી પપ્પાને સંભાળજો. આને માફ ન કરતાં કયારેય, મારો બદલો લેજો. મારા મોબાઈલમાં બધા સબૂત છે. વોટ્સએપ બધું જ છે.
રિનાએ ગત બુધવારે રાંચરડા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ફાયર બ્રિગેડને ગઇ કાલે કેનાલમાંથી તેની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં એક સ્યુસાઇડ નોટ, પેન ડ્રાઇવ અને બેગ મળી હતી. સૂસાઇડ નોટમાં રિનાએ લખ્યું છે કે, સોરી, રાધે મનસુખ ધાનાણી. અત્યારે મે જે કંઈપણ કર્યું છે. એનું કારણ તમે જ છો. કેમકે તમે મારી જીંદગી બગાડી છે. સાત વર્ષથી ચાલતાં રીલેશનશીપથી અત્યાર સુધી તમે જે કંઈપણ કયું એમાં મારી બુધ્ધિ તો નાદાન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -