જયંતિ ભાનુશાળી હત્યા કેસ: હત્યારો આ રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની પોલીસને શંકા
ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.
આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઈના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઈત તત્વોને મોકળું મેદાન મળી જાય છે.
ભચાઉ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી હત્યારો ટ્રેનમાં ચડ્યો હોવાની શંકા છે જેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોકે ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સીસીટીવીની સુવિધા જ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -