ગુજરાતના આંગણે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, આકાશમાંથી દેખાય છે આવું
આ સ્ટેડિયમમાં 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરી શકાશે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં 55 રૂમ, એક સ્વિમિંગ પૂલ અને 76 કોર્પોરેટ બોક્સ પણ હશે. આ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઈન્ડોર એકેડમી પણ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ પોપુલસે કરી છે. જેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ડિઝાઈન કર્યું છે.
63 એકર ક્ષેત્રમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો એકસાથે બેસીને મેચનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 700 કરોડ રૂપિયા છે. આ સ્ટેડિયમ બનાવવાનું કામ એલએન્ડટી કંપનીને આપવામાં આવ્યું છે.
પરિમલ નાથવાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, આ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતાં પણ મોટું સ્ટેડિયમ હશે. આ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પૂરું થયા બાદ દેશ માટે ગર્વનું પ્રતીક બનશે.
અમદાવાદ: દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના આંગણે તૈયાર થઈ રહ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણીએ ટ્વિટ કરીને આ સ્ટેડિયમના નિર્માણની તસવીરો શેર કરી હતી. આ સ્ટેડિયમ 2019માં બનીને તૈયાર થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -