✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અલ્પેશ ઠાકોરને અમે હરાવીને જ રહીશું, કોણે આપ્યું આવું નિવેદન? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Oct 2017 03:22 PM (IST)
અલ્પેશ ઠાકોરને અમે હરાવીને જ રહીશું, કોણે આપ્યું આવું નિવેદન? જાણો વિગતે
1

તેમને જણાવ્યું હતું કે અલ્પેસ ઠાકોરનું સૌરાષ્ટ્રમાં કોઈ મહત્વ નથી. સૌરાષ્ટ્રના લોકો તેને અમારી તમામ જ્ઞાતિને કારણે પરિચિત થયા હતા અને તે સમાજના લોકો થકી મોટા હતા હવે જ્યારે તેમણે કોંગ્રેસનો જ સાથ લીધો છે ત્યારે એ સૌરાષ્ટ્રમાં કોઈ પણ બેઠક પરથી ઊભા રહેશે તો અમારી ટીમ તેને હરાવા માટે કામે લાગી જશે.

2

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હોત તો પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હોત કે શું? તેના જવાબમાં મેહુલે જણાવ્યું હતું કે જો સમાજના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર કે તેમની ટીમને પૂછ્યા વગર ભાજપમાં જોડાયા હોત તો પણ અમારો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો જ હોત.

3

અલ્પેશ ઠાકોર સામે ખુલ્લો આક્ષેપ કરતા મેહુલે જણાવ્યું હતું કે ઓબીસી સમાજના હિત માટે જે રાજકીય પક્ષ ઉદાર ભાવે સહકાર આપે તેમને સહકાર આપવો તે સ્વાભાવિક વાત છે પરંતુ સમાજના નામે કોઈ પણ પાર્ટી સાથે મનસ્વી રીતે અને સમાજના કોઈ પણ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના રાજકીય જોડાણ રાજકીય અથવા પોતાના સ્વાર્થ સાધે તો તે સમગ્ર ઓબીસી સમાજ સાથે વિશ્વાસઘાત અને દ્રોહ કર્યો હોઈ તેવું અમને લાગે છે.

4

આજે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના સંગઠન મંત્રી મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર દ્વારા સમાજલક્ષી અનેક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે મેં પણ અનેક યુવાનોને લઈને એક મહારેલી પણ યોજી હતી અને સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમ કર્યા હતા અને એ સમય દરમિયાન કોઈ રાજકીય દિશા નક્કી કરવામાં આવી નહતી અને માત્ર ઓબીસી વર્ગની સેવા માટેનો ઉદ્દેશ હતો.

5

તાજેતરમાં ગુજરાત પ્રદેશ ઓબીસી, એસી, એસટીના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા અચાનક અને કોઈને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ સાથે જોડાઈ જતાં તેમની સાથે રહેલા અનેક કાર્યકર્તા અને હોદ્દેદારો ભારે નારાજ થયા છે અને અલ્પેશ ઠાકોર જે મુદ્દા અને વિચારો સાથે આ સંગઠ શરૂ કર્યું હતું ત્યારે કોઈ રાજકીય લાભના આશય ન હોવાનું અને સમાજના હિત અને યુવાનોને સાચી દિશા તરફ લઈ જવાનું હતું પરુંત ચૂંટણી નજીક આવતા અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતાં બધાંને આશ્ચર્ય થયું છે.

6

અમદાવાદ: ગુજરાત ઓબીસી, એસી અને એસ.ટી સમાજના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજને વિશ્વાસમાં લીધા વગર રાજકિય પક્ષ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઈ ઓ.બી.સી. સમાજ સહિત તમામ પછાત સમાજનો વિદ્રોહ કર્યો છે. આથી હવે અલ્પેશ ઠાકોર ઓ.બી.સી. સમાજના નામે ચૂંટણી લડશે તો તેને હરાવવા સમગ્ર ઓ.બી.સી સમાજના સંગઠન મંત્રી આહિર મેહુલ ચંદ્રવાડિયાએ ખુલ્લી ચેલેન્જ ફેંકી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અલ્પેશ ઠાકોરને અમે હરાવીને જ રહીશું, કોણે આપ્યું આવું નિવેદન? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.