ચિરાગ-કેતનની હાર્દિકને ખુલ્લી ચેતવણી, 'બસ હવે બહુ થયું'; કરોડો રૂપિયા બનાવ્યાનો આરોપ, વાંચો આખો પત્ર
અનામત આંદોલનને હાર્દિકે રૂપિયા કમાવાનું વ્યક્તિગત માધ્યમ બનાવ્યું હોવાના આરોપ સાથે લખ્યું છે કે આંદોલન પહેલાં હાર્દિક અને તેના વિપુલકાકાની આર્થિક સ્થિતિ શું હતી? આજે જેલમાં જઈ આવ્યા પછી અચાનક કરોડપતિ કેવી રીતે થઈ ગયા? આંદોલન પ્રભાવિત લોકો પૈકીના એક પ્રતીક પટેલના પરિવારને અમદાવાદમાં સારવાર માટે થોડા સમય માટે પણ ભાડાનો ફ્લેટ મેળવવા માટે વલખાં મારતાં જોયા છે ત્યારે ખૂબ દુ:ખ થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક ફક્ત પોતે ભોગવેલા જેલવાસને જ સમાજ માટે મોટી કુરબાની તરીકે ચીતરીને લાગણી જીતવાનો પ્રયત્ન કરે છે. તેની સાથે એકસરખા ગુના હેઠળ જેલમાં ગયેલા લોકોએ આપેલા ભોગનો ઉલ્લેખ સુધ્ધાં કરતો નથી. પોલીસની ગોળીએ વીંધાયેલા પાટીદાર સમાજના યુવાનો સામે હાર્દિક સહિતના પાસની કોર કમિટિના સભ્યોએ ભોગવેલો જેલવાસ તુચ્છ છે. શહીદોના પરિવારને મદદ કરવાને બદલે હાર્દિક અને તેના વિપુલકાકા તેમજ તેના મિત્રો વૈભવી જીવન જીવી રહ્યા છે. એ રૂપિયા શહીદોની સહાય કરવા માટે, આંદોલનના નામે ઉઘરાવેલા હતા તે હાર્દિકે ન ભૂલવું જોઈએ.
ઘણા ઘાયલ થયા અને ઘણા જેલમાં પુરાયા, જેમાં હાર્દિકની સાથે ચિરાગ, કેતન, દિનેશ તેમજ નિલેશ એરવાડિયાએ પણ દેશદ્રોહ અને રાજદ્રોહના આરોપસર જેલવાસ ભોગવ્યો. પત્રના અંતમાં લખ્યું છે કે, હાર્દિક પટેલ સાનમાં સમજી જાય તો સારું છે નહિતર આંદોલનની અંદરની એવી અસંખ્ય વાતો જે ભોળો પાટીદાર સમાજ નથી જાણતો તેને જાહેર કરવાની ફરજ પડશે.
પત્રમાં લખ્યું છે કે એક વર્ષ પહેલાં સમગ્ર પાટીદાર સમાજ પાસના એક અવાજ પર એકતા અને તાકાતનું પ્રદર્શન કરવા રસ્તા પર ઊતરી આવ્યો હતો, પરંતુ સમાજની એ જ તાકાતનો ઉપયોગ હાર્દિકે વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે કર્યો છે, જેના કારણે આજે પાટીદારોમાં જ વિગ્રહની સ્થિતિનું નિર્માણ થયું છે. હાર્દિકે જણાવેલું કે, પહેલી ગોળી એ ખાશે. તેના આ વાક્ય અને હિંમત જોઈને હજારો યુવાનોએ સંઘર્ષ કર્યો, ઘણા ગોળી ખાઈને શહીદ થયા હતા.
અમદાવાદ:પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સભ્યોમાં હવે આંતરીક વિગ્રહ હવે બહાર આવી રહ્યો છે. કોર કમિટિના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલને ખુલ્લી ચેતવણી આપતો પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે, હાર્દિક નેતા બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ વૃત્તિને સંતોષવા માટે સમાજને હાથો બનાવીને રૂપિયાવાળા બનવાની પ્રવૃત્તિ બંધ કરે. આ પ્રવૃત્તિથી સમાજને ઘણું નુકસાન પહોંચ્યું છે. ઊંઝામાં પાટીદારો વચ્ચે થયેલા વિગ્રહ પાછળ પણ હાર્દિકની પ્રવૃત્તિ જવાબદાર હોવાનું જણાવીને ચિરાગ અને કેતને હાર્દિકને જણાવ્યું છે કે, જો તે સાનમાં નહીં સમજે તો જેલમાં રહીને કરોડપતિ કેવી રીતે થયો તે નછૂટકે સમાજને જણાવવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -