✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બીટકોઈન કેસમાં CID ક્રાઈમનો સૌથી મોટો ખુલાસો, કોણ છે મુખ્ય માસ્ટરમાઈન્ડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 May 2018 02:19 PM (IST)
1

સીઆઇડી ક્રાઈમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 200 બિટકોઈન ટ્રાન્સફર કરવાનો જે મામલો હતો તે કોના વોલેટમાંથી કોના વોલેટમાં ટ્રાન્સફર કરાયા તે અંગેની કોઈ કડી હજુ સુધી મળી નથી. પરંતુ છેલ્લા પાંચ દિવસથી કિરીટ પાટડિયાની જે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તેમા મહત્વપૂર્ણ પૂરાવાઓ હાથ લાગ્યા હતાં. તેમાં કિરીટ પાટડિયાની સક્રિય ભૂમિકા પણ હાથ લાગી હતી.

2

આ સમગ્ર મામલે શૈલેષ ભટ્ટ ફરિયાદી છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું છે તે કિરીટ પાટડિયાના ઈશારે જ કરવામાં આવ્યું હતું અને કિરીટ પાટડિયા જ સૌથી મોટો સૂત્રધાર છે. કિરીટ પાટડિયાએ શૈલેષ ભટ્ટનાં પાર્ટનર હતા અને તેણે ભટ્ટ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેનો ગુનાહીત ઈતિહાસ છે.

3

CID ક્રાઈમના ડીઆઈજી દિપાંકરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે નલિન કોટડિયાનો રોલ સ્પષ્ટ જણાતો નથી જેના કારણે આજે 3 વાગે નલિન કોટડિયા CID બોલાવવામાં આવ્યા છે.

4

અમદાવાદ: 12 કરોડના બિટકોઈન અને પાંચ કરોડ રોકડા પડાવી લેવાનાં કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા કિરીટ પાલડિયાની આખરે ધરકપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે બહુચર્ચિત બીટકોઈન કૌંભાડ મામલે CID ક્રાઈમના ડીઆઈજી દિપાંકરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સાઈડી ક્રાઈમે ધરપકડ કરેલ કિરીટ પાલડિયા આ સમગ્ર કૌંભાડનો માસ્ટરમાઈન્ડ છે તેવું જણાવ્યું હતું.

5

સીઆઈડી ક્રાઈમે કિરીટની પૂછપરછમાં કિરીટે જણાવ્યું હતું કે ગાંધીનગરના કોબા સર્કલ પાસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તપાસમાં અન્ય ચાર લોકોના પણ નામ ખૂલ્યા છે જેમની ધરપકડ કરવામાં આવશે. કિરીટ ફરિયાદી શૈલેષ ભટ્ટનો પૂર્વ સાથી છે અને કિરીટે પોલીસ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું.

6

સીઆઈડી ક્રાઈમે ગુરુવારે કિરીટ પાલડિયાની ધરપકડ કરી હતી જેની પૂછપરછ પણ કરવામાં આવી હતી જેમાં બીટકોઈ કૌંભાડને લઈને અનેક રહસ્યો ખુલ્યા હતાં. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું હતું કે, 32 કરોડનું ટ્રાન્જેક્શન થયું જ નથી. જે ટ્રાન્જેક્શન થયું તેમાં 15 ટકા હિસ્સો પોલીસનો હતો જ્યારે કિરીટનો હિસ્સો 6.62 કરોડનો હતો જ્યારે બાકીનો હિસ્સો સહઆરોપીઓનો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • બીટકોઈન કેસમાં CID ક્રાઈમનો સૌથી મોટો ખુલાસો, કોણ છે મુખ્ય માસ્ટરમાઈન્ડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.