બેંકમાં અઢી લાખ કરતાં વધારે રકમ જમા કરાવતાં પહેલાં ચેતજો, ધ્યાનમાં રાખો સરકારની આ નવી જાહેરાત
જો કે અઢિયાએ સ્પષ્ટતા કરી છે કે જેની પાસે ઘરે બચતપેટે થોડીક રકમ પડી છે તેવા નાના વેપારીઓ, ગૃહિણીઓ, કલાકારો અને કામદારોએ કરવેરા વિભાગની તપાસ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આવા લોકોની સંખ્યા ઓછી છે અને સરકાર તેમને પરેશાન કરવામાં માનતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 30 ડીસેમ્બર સુધી બેંકોમાં રૂપિયા 500 અને 1000ની ગમે તેટલી નોટો જમા કરાવી શકાશે પણ હવે સરકારે પેંતરો બદલ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે 2.50 લાખ રૂપિયાથી વધારેની રકમ બેંકમાં જમા કરાવશે એ તમામ લોકોની સ્ક્રુટિની થશે.
કેન્દ્ર સરકારે કરચોરી કરીને છૂપાવેલી આવકને આ યોજનાનો લાભ લઈને કાયદેસરની આવકમાં ના ફેરવી દેવાય એટલા માટે તમામ છટકબારીઓ બંધ કરી દેવાના ભાગરૂપે આ જાહેરાત કરી છે. રીટર્ન સાથે તાળો નહીં મળે તેમનું આ જાહેરાતના કારણે આવી બનશે.
તેમણે ઉમેર્યું કે એ પછી આવક વેરા વિભાગ બેંકમાં 2.50 લાખથી વધારેની રકમ જમા કરાવનાર વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ચકાસશે અને તેની આવકનો તાળો મેળવશે. આ તાળો નહીં મળે તો આવકવેરા વિભાગ ઈન્કમટેક્સ ઉપરાંત 200 ટકા દંડ વસૂલશે.
સરકારની આ નવી જાહેરાત મહત્વની છે અને તેનો અર્થ એ થાય કે 2.50 લાખથી વધારેની રકમ બેંકમાં જમા કરાવવાનો સંતોષકારક ખુલાસો ઈન્કમટક્સ રીટર્નના આધારે નહીં મળે તો આ રકમ પર ટેક્સ તો લાગશે જ પણ તે સિવાય જે રકમ હશે તેની બમણી રકમનો દંડ પણ લાગશે.
કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2016 સુધી 2.50 લાખ રૂપિયાથી વધુની મર્યાદામાં જમા થનારી તમામ રોકડનો અહેવાલ સરકાર મેળવતી રહેશે અને આવાં ખાતાં અંગે પણ અહેવાલ મેળવવામાં આવશે .
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા માટે રાતોરાત રૂપિયા 500 અને 1000ની નોટો રદ કર્યા પછી જૂની નોટો બદલવાની વ્યવસ્થા કરી છે પણ સાથે સાથે મોદી સરકારે વધુ એક જાહેરાત પણ કરી છે. બેંકોમાં જૂની નોટો જમા કરાવવા જતાં પહેલાં આ જાહેરાત અંગે માહિતી હોવી જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -