✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ બ્લડપ્રેશર માપવાના બહાને યુવકે યુવતી સાથે છેડતી, યુવતીની ભાભી આવી જતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2017 10:48 AM (IST)
અમદાવાદઃ બ્લડપ્રેશર માપવાના બહાને યુવકે યુવતી સાથે છેડતી, યુવતીની ભાભી આવી જતાં શું થયું?
1

દેવેશ બ્લડ સેમ્પલ લેવા આવ્યો ત્યારે માતા-પિતા અને ભાઈ કચ્છ ખાતે આવેલા વતન ગયા હોઇ પરિણીતા ઘરે એકલી જ હતી. આ વખતે દેવે પહેલા યુવતીનું બ્લડ સેમ્પલ લીધું હતું અને ત્યાર બાદ બ્લડ પ્રેશર માપવાના બહાને છાતીના ભાગી હાથ મૂકી શારીરિક છેડછાડ કરી હતી. એ જ વખતે પરિણીતાની ભાભી ઘરે આવી જતાં દેવેશે હાથ પાછો લઈ લીધો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો.

2

માતા-પિતા અને ભાઈ સાથે સોલામાં રહેતી યુવતીને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતો હોઈ ગત છઠ્ઠી જુલાઇએ ભુયંગદેવના અગ્રવાહ ટાવર પાસે નરોત્તમ પાર્ક ખાતે આવેલી શ્રીજી પેથોલોજી લેબોરેટરીનો બ્લડ સેમ્પલ લેવા માટે સંપર્ક કર્યો હતો. આ બ્લડ સેમ્પલ લેવા માટે દેવેશ પટેલ નામનો યુવક આવ્યો હતો.

3

આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને પણ કરવામાં આવી હતી. પરિણિતાએ તેના માતા-પિતા પરત આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે આરોપી દેવેશ પટેલ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

4

અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરણીત યુવતીનું બ્લડપ્રેશર માપવાના બહાને લેબ ટેકનિશિયન યુવકે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક છેડતી કરી રહ્યો હતો, ત્યારે જ ભાભી આવી જતાં લેબનિશિયને હાથ હટાવી લીધો હતો અને પછી ત્યાંથી નીકળી ગયો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

5

આ અંગેની વિગતો એવી છે કે, સોલા વિસ્તારમાં રહેતી યુવતીના સાત મહિના પહેલા મુંબઈમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી તે ત્યાં જ રહેતી હતી. જોકે, પતિ અમેરિકા ઓકલોમા સ્ટેટ ખાતે નોકરી કરતો હોવાથી તે પિયર રહેતી હતી. તેમજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ બ્લડપ્રેશર માપવાના બહાને યુવકે યુવતી સાથે છેડતી, યુવતીની ભાભી આવી જતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.