કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ આશાબેનને ‘રણચંડીના રૂપ સમાન આશાપુરા’ ગણાવીને કોંગ્રેસમાં જ રહેશે તેવી આશા દર્શાવી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2019 09:01 AM (IST)
1
આશાબેનનું રાજીનામું આપવાનું કારણ સ્થાનિક સ્તરે પક્ષમાં ચાલતો જૂથવાદ અને અસંતોષ છે. આશાબેનને મનાવવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે. ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે આશાબેન પરત ફરશે. પરેશ ધાનાણીએ અત્યંત રસપ્રદ ભાષામાં આ ટ્વિટ કરી હતી.
2
ધાનાણીએ લખ્યું છે કે, ‘સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન. રણચંડીના રૂપ સમાન આશાપુરા ઉપર મને હજુય આશા છે, જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.! ’
3
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં જ ઉત્તર ગુજરાતના ઉંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસને આંચકો લાગ્યો છે. ઉત્તર ગુજરાતના પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા આશાબેન પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.