PM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે કોંગ્રેસના કયા મોટા નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો વિગત
વિલ્સનના ઘરેથી મળી આવેલા આ પત્રમાં ‘રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુનાના જોઈંટ પોલીસ કમિશ્નર રવીંદ્ર કદમે જણાવ્યું હતું કે, વિલ્સનના ઘરેથી મળી આવેલો પત્ર સીપીઆઈ (માઓવાદી) સાથે સંકળાયેલા મિલિંદ તેલતુમ્બડેએ મોકલાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM મોદીની હત્યાનાં ષડયંત્ર મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને વડાપ્રધાન મોદી પર વાર કરતા જણાવ્યું હતું કે, પીએમ આતંકવાદનાં ખતરાની વાત કરીને સહાનુભૂતિ લૂંટી રહ્યા છે. ત્યાં જ તેમણે એવું પણ કહ્યું હતું કે દેશમાં નકલી એન્કાઉન્ટરની ઘટનાઓ પણ થતી રહી છે.
પુને પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા આ પાંચ આરોપીઓમાંથી એક આરોપીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં જે રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ સાથે જ શક્તિસિંહ ગોહિલે રામદાસ એઠવાલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેમણે પહેલાથી જ આ થિયરી ફગાવી દીધી છે. પ્રધાનમંત્રીની સુરક્ષાની ચિંતા સૌને થવી જોઈએ. પરંતુ આવી કોઈ વાતની તટસ્થ તપાસ પણ થવી જોઈએ અને રાજનીતિ માટે દલિતોને નકલી માઓવાદીઓ બનાવવાની કોશિન ન થવી જોઈએ.
અમદાવાદ: મહારાષ્ટ્રની પુણે પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ચોંકાવનારા ખુલાસા પ્રમાણે માઓવાદીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા નિપજાવવા માંગતા હતાં. માઓવાદીઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ જ આત્મઘાતી હુમલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માંગતા હતાં. પુણે પોલીસે આ બાબતનો ખુલાસો કરતો એક પત્ર પણ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસે 1લી જાન્યુઆરી 2018ના રોજ પુણેના ભીમા-કોરેગાંવમાં ભડકેલી હિંસાના મામલે રોના જૈકબ વિલ્સન, સુધીર ઢાવલે અને સુરેન્દ્ર ગડલિંગ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -