ગુજરાતમાં પત્રકારોનો પોલ LIVE, જાણો કઇ સીટ પર કોનો થશે વિજય
આ બધાની વચ્ચે ગુજરાતની 26 બેઠકો પણ ચર્ચામાં છે. 2014માં 26 બેઠકો પર બીજેપીએ બાજી મારી હતી, હવે 2019માં કેટલી બેઠકો બીજેપી કબજો જમાવી રાખે છે તે પત્રકારોના પૉલમાં જાણીશું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
20 May 2019 04:35 PM
કચ્છ બેઠક પર શું કહી રહ્યાં છે પત્રકારો, કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેશે.
વડોદરા બેઠક પર શું કહી રહ્યાં છે પત્રકારોના આંકડા, પત્રકારોના મતે વડોદરા બેઠક કોના પક્ષમાં રહેશે.
પોરબંદર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે રમેશ ધડૂકને મેદાનમાં ઉતાર્યા છે. પત્રકારોના મતે ભાજપના ઉમેદવાર ધડૂક જીતી શકે છે. 10 પત્રકારોમાંથી છ પત્રકારો ધડૂકની જીત થાય તેવી અનુમાન કરી રહ્યા છે. તેઓ 55 હજાર મતોથી જીતી શકે છે.
સુરતની વાત કરીએ તો પત્રકારોના મતે આ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના જરદોશની જીત થઈ શકે છે. તેમની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર અશોક અધેવાડાને મેદાનમાં ઉતાર્યા હતા.
આણંદ બેઠકની વાત કરીએ તો પત્રકારોના મતે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીતી શકે છે. પત્રકારોના મતે તેઓ 18 હજાર મતથી જીતી શકે છે. ગત ચૂંટણીમાં મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા.
અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. પત્રકારોના મતે આ બેઠક પર ભાજપના હસમુખ પટેલની જીત થઈ શકે છે. કોંગ્રેસે પાસ નેતા ગીતા પટેલને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે.
અમરેલી બેઠક પર પત્રકારોના મતે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત થઈ શકે છે. દસમાંથી નવ પત્રકારો તેમની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 29 મતોથી જીતે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બારડોલી બેઠક પર પત્રકારોના મતે ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ શકે છે. દસમાંથી આઠ પત્રકારો તેમની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 86 હજાર મતોથી જીતી શકે છે.
મહેસાણા બેઠકની વાત કરીએ તો પત્રકારોના મતે ભાજપના શારદાબેન પટેલની જીત થઈ શકે છે. તેઓ 23 હજારના મતોથી જીતી શકે છે. દસમાંથી છ પત્રકારોએ ભાજપ, જ્યારે ચાર પત્રકારોએ કોંગ્રેસની જીતનું અનુમાન લગાવ્યું છે.
રાજકોટ બેઠક પર પત્રકારોના મતે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો વિજય થશે. પત્રકારોના અનુમાન પ્રમાણે તેઓ 1.40 લાખ મતોથી જીતી શકે છે. કોંગ્રેસે તેમની સામે લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે.
સૌરાષ્ટ્રની જામનગર બેઠકની વાત કરીએ તો પત્રકારોના મતે ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ફરીથી આ બેઠક પર જીતશે. 45 હજાર મતોથી જીતે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ વખતે કોંગ્રેસે તેમની સામે મૂળુ કંડોરિયાને મેદાને ઉતાર્યા હતા.
સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ જીતે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, તેઓ માત્ર 24 હજારની લીડથી જીતે તેવું અનુમાન લગાવઈ રહ્યું છે.
નવસારી બેઠક પર પત્રકારોના મતે ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ જીતી શકે છે. દસમાંથી દસ પત્રકારો ભાજપની જીત માની રહ્યા છે. 4.15 લાખની લીડથી જીતે તેવું પત્રકારોનું અનુમાન છે.
ખેડા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ફરીથી જીતે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 1.20 લાખ મતોથી જીતે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ખેડા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ફરીથી જીતે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 1.20 લાખ મતોથી જીતે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
એબીપી અસ્મિતા દ્વારા પત્રકારોનો મહાપોલ કરવામાં આવ્યો હતો. વલસાડ બેઠકથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વલસાડ બેઠક પર ભાજપનો વિજય થશે તેવું પત્રકારો કહી રહ્યા છે. આ બેઠક પર જે પક્ષનો વિજય થાય તેની કેન્દ્રમાં સરકાર બને છે તેવું માનવામાં આવી રહ્યું છે. ડો. કે.સી. પટેલ 85 હજાર મતની લીડથી જીતી શકે છે.
અમદાવાદઃ એક્ઝિટ પૉલના આંકડા સામે આવી ગયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા પૉલ્સમાં બીજેપી-એનડીએની સરકાર ફરી એકવાર બનતી દેખાઇ રહી છે. એક્ઝિટ પૉલના આંકડા પ્રમાણે દેશમાં બીજેપી-એનડીએ 300થી વધુ બેઠકો જીતી શકે છે. આ બધાની વચ્ચે ગુજરાતની 26 બેઠકો પણ ચર્ચામાં છે. 2014માં 26 બેઠકો પર બીજેપીએ બાજી મારી હતી, હવે 2019માં કેટલી બેઠકો બીજેપી કબજો જમાવી રાખે છે તે પત્રકારોના પૉલમાં જાણીશું. જાણો શું કહે છે પત્રકારોનો પૉલ....
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ એક્ઝિટ પૉલના આંકડા સામે આવી ગયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા પૉલ્સમાં બીજેપી-એનડીએની સરકાર ફરી એકવાર બનતી દેખાઇ રહી છે. એક્ઝિટ પૉલના આંકડા પ્રમાણે દેશમાં બીજેપી-એનડીએ 300થી વધુ બેઠકો જીતી શકે છે. આ બધાની વચ્ચે ગુજરાતની 26 બેઠકો પણ ચર્ચામાં છે. 2014માં 26 બેઠકો પર બીજેપીએ બાજી મારી હતી, હવે 2019માં કેટલી બેઠકો બીજેપી કબજો જમાવી રાખે છે તે પત્રકારોના પૉલમાં જાણીશું. જાણો શું કહે છે પત્રકારોનો પૉલ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -