✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ બિઝનેસમેનની પત્ની બેડરૂમમાં હતી ને નોકરે બાહુપાશમાં ઝકડી લીધી, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2017 10:06 AM (IST)
અમદાવાદઃ બિઝનેસમેનની પત્ની બેડરૂમમાં હતી ને નોકરે બાહુપાશમાં ઝકડી લીધી, જાણો પછી શું થયું?
1

અમદાવાદઃ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનની પત્નીની તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતાં નોકરે છેડતી કરતાં હોબાળો મચી ગયો હતો. પતિ કામથી બહાર ગયા હોય મહિલા અને તેની દીકરી ઘરે એકલા નોકરને સૂવા માટે બોલાવ્યો હતો. ત્યારે વહેલી સવારે મહિલા પોતાના બેડરૂમમાં ટૂવાલ લેવા ગઈ ત્યારે નોકર પાછળ પાછળ બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને મહિલાને બાહૂપાશમાં ઝકડી લીધી હતી.

2

મિનાક્ષીબહેને આક્ષેપ કર્યો છે કે, તેમના પતિ સરકારી વિભાગમાં નોકરી કરે છે. પતિ ઓફિસના કામથી ઉત્તરાયણના આગલા દિવસે જ બહારગામ ગયા હતા. ઘરે પોતે અને નવ વર્ષની દીકરી એકલા હોય સલામતી માટે તેમણે ઘરઘાટી સોહન પટેલ ઉર્ફ રાજુને રાત્રે ઘરે સૂવા માટે બોલાવ્યો હતો.

3

આ પરિવાર અગાઉ આનંદનગરમાં રહેતો હતો. જ્યાં પણ સોહન તેમને ત્યાં ઘરઘાટી કમ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. સાઉથ બોપલ સિફ્ટ થયા પછી પણ સોહન અવારનવાર કામ કરવા આવતો હતો, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

4

આ અંગે બિઝનેસમેનની પત્નીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, ઘરઘાટીએ સવારે તેમની પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. જેથી તેઓ ટૂવાલ લેવા જેવા બેડરૂમમાં ગયા કે નોકર પણ પાછળ ધસી આવ્યો હતો અને ઘરઘાટીએ તેમને બાથ ભરી લીધી. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં ઘરઘાટી ફરાર થઈ ગયો હતો.

5

મિનાક્ષીબહેન રાત્રે દીકરીને લઈને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા અને ઘરઘાટી બહાર મુખ્ય રૂમમાં સૂતો હતો. સવારે નવ વાગ્યે સોહને ચા પીધા બાદ મિનાક્ષીબહેન પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. મિનાક્ષીબહેન ટૂવાલ લેવા બેડરૂમમાં જતા જ સોહન પાછળ ધસી આવ્યો અને તેમને બાથબીડી લીધી અને તેમની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

6

બીજી તરફ કામથી બહાર ગયેલ પતિ પરત આવતા મહિલાએ ઘરઘાટીની હરકતની જાણ કરતા બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, આ ઘરઘાટી લાંબા સમયથી તેમને ત્યાં ઘરનું કામ કરતો અને ડ્રાઈવર તરીકે કાર પણ ચલાવતો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ બિઝનેસમેનની પત્ની બેડરૂમમાં હતી ને નોકરે બાહુપાશમાં ઝકડી લીધી, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.