✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેશ શાહ સરકારી જમાઈ હોય એમ પોલીસની વર્દી પહેરાવીને પોલીસ વાનમાં ફેરવાયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2016 05:28 PM (IST)
1

મહેશ શાહ જાણે કંઈ થયું જ ન હોય તેમ પોતાની દીકરીના ઘરે બિન્દાસ્ત બેસેલા છે. તેમની દીકરી પણ હસી રહી છે. તેમણે આ પોલીસની વર્દી પહેરી છે તે વિશેનું કારણ જાણી શકાયું નથી કે પોલીસે તે અંગે કોઈ સ્પષ્ટતા પણ કરી નથી તે જોતાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ બની ગઈ છે.

2

મહેશ શાહની દીકરીના ઘરની બહાર ચાર પોલીસ જવાનો સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. મહેશ શાહની દીકરીના ઘરમાંથી બહાર આવેલી બે તસવીરોમાં મહેશ શાહે પોલીસની વર્દી પહેરી છે તે દેખાય છે. બંને તસવીરોમાં સ્પષ્ટપણે દેખાયું કે, મહેશ શાહના ચહેરા પર હાસ્ય છે.

3

પછી વિગતો બહાર આવી કે મહેશ શાહ તેના પુત્રી પ્રકૃતિ દાસના ઘરે ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે મહેશ શાહને તેમની દીકરીના ઘરે લઈ જવાયા હતા. મહેશ શાહ જોધપુરમાં આવેલા સાતત્ય હાઈટ્સમાં પુત્રીના ઘરે ગયા ત્યારે તેમને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પડાઈ હતી.

4

ગઈકાલ રાતથી સવાર સુધી આઈટી વિભાગે મહેશ શાહની પૂછપરછ દરમિયાન તેની ભારે સરભરા કરી હતી. તેને ક્યારે આઈટી વિભાગમાંથી બહાર કઢાયો તે વિશે કોઈને ખબર ન હતી. સોમવારે ફરીથી આવવાનું કહીને મહેશ શાહને છોડી મૂકાયો પણ તે ક્યાં ગયા છે તે વિશે સત્તાવાળા દ્વારા કશું નહોતું કહેવાયું.

5

મહેશ શાહ ચારેક કલાક પોતાની દીકરીને ત્યાં રહ્યો પછી જોધપુર ખાતેના પોતાના ઘરે ગયો હતો. ત્યાં પણ તે પોલીસની વર્દીમાં જ ગયો હતો અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ. મસી પણ તેની સાથે તેના ઘરે ગયા હતા. બીજા ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હતા ને એ બધા મહેશ શાહના ઘરે રોકાઈ ગયા હતા.

6

જો કે મહેશ શાહ પોતાની દિકરીના ઘરે હતો તે સમયની તસવીરો બહાર આવી ત્યારે સૌને ભારે આઘાત લાગી ગયો હતો. મહેશ શાહ પોતાની પુત્રી પ્રકૃતિ દાસના ઘરે પોલીસની વર્દીમાં જોવા મળ્યો હતો. શરમજનક વાત એ છે કે ખુદ સેટેલાઈટ પોલીસ તેને પોતાની પીસીઆર વાનમાં પોલીસની વર્દી પહેરાવીને લઈ ગઈ હતી.

7

અમદાવાદઃ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નીકળીને મહેશ શાહ ક્યાં ગયા તે જાણવા આખો દેશ ઉત્સુક હતો ત્યારે બધાના આઘાત વચ્ચે પોલીસ તેને પોલીસની વર્દી પહેરાવીને પોલીસ વાનમાં ફેરવી રહી હતી. મહેશ શાહ ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટમાંથી નિકળીને પોતાના પુત્રીના ઘરે પહોંચી ગયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • મહેશ શાહ સરકારી જમાઈ હોય એમ પોલીસની વર્દી પહેરાવીને પોલીસ વાનમાં ફેરવાયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.