મહેશ શાહના દીકરા મોનિતેશની લાઈફસ્ટાઈલ વૈભવી, આ તસવીરો જોઈ થશો દંગ
13 હજાર કરોડનું કાળું નાણું જાહેર કરીને નાસતા ફરતા બેનંબરી કુબેર મહેશ શાહને રાત્રીના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી આઈટી અધિકારીઓ તેની હાલ પૂછપરછ કરી રહ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ પણ મુકેશ શાહની પૂછપરછ કરી તેના પર મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધે તેવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ મહેશ શાહ એક પ્યાદુ છે અને પડદા પાછળના ખેલાડીઓ બીજા છે. મહેશ શાહની ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની અપાજી અમીન પણ ઈનકમટેક્સની રડારમાં છે.
અમદાવાદ: 13 હજાર કરોડનું કાળું નાણું જાહેર કરીને નાસતા ફરતા બેનંબરી કુબેર મહેશ શાહની પોલીસે અટકાયત કર્યા બાદ આઈટી વિભાગ હાલ તેની પૂછપરછ કરી રહી છે. 13 હજાર કરોડનું કાળું નાણું જાહેર કરીને નાસતા ફરતા બેનંબરી કુબેર મહેશ શાહના પરિવારમાં તેમને એક પુત્ર પણ છે. અને તેનું નામ મોનિતેશ છે. તે પણ પોતાના પિતાની જેમ લાઈફસ્ટાઈલ વૈભવી જીવન જીવી રહ્યો છે. હાલ મહેશ શાહના પુત્ર મોનિતેશ કેવા મોજશોખ કરી રહ્યો છે તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મોનિતેશ તેના મિત્રો સાથે અનેક જગ્યાએ પાર્ટી માણતો જોવા મળ્યો છે. મોનિતેશ તેના મિત્રો સાથે હાથમાં બંદૂક લઈ અનેક ફોટો વાયરલ થયા છે.
મહેશ શાહ પ્રકરણમાં રાજ્યની ફાર્મા કંપની અને સી.એ.ને ત્યાં તપાસ ચાલી રહી છે. આ અંગે ઈન્કમટેક્સ ચીફ કમિશ્નરે નાણાં મંત્રાલયનું ધ્યાન દોર્યુ છે. મહેશ શાહ પર ભૂતકાળમાં પણ નાણાંકીય ગેરરીતિ આચરાવાના કેસ થયેલા છે. મહેશ શાહના ઘરે પોલીસ તૈનાત કરવામાં આવી છે.