અમદાવાદઃ ફ્લેટના 12 માળેથી નીચે પટકાતા આધેડનું રહસ્યમય મોત, જાણો વિગત
જોકે, આધેડે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણે ઘટના બની તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, આજે વહેલી સવારે ફ્લેટના 12માં માળેથી 58 વર્ષીય સુરશભાઈ નામની વ્યક્તિએ કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. પોલીસે તેમના દીકરાની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા ગેલેરીમાં વોક કરી રહ્યા હતા, તે દરમિયાન પડી ગયા હતા.
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં સોબો સેન્ટર પાસે આવેલા ઓરચીડ એલીગન્સના 12માં માળેથી નીચે પટકાતાં એક આધેડનું મોત થયું છે. ત્યારે તેમના રહસ્યમય મોતથી ભારે તર્કવિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મોત પાછળનું કારણ શું છે, તે તો તપાસ પછી જ બહાર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -