આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં મળ્યો સાધક, જાણો શું છે વિગત?

સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુદામાએ જાતે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ચાંદખેડા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધક દ્વારા તપાસ કરતાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સોમવારે સવારે આસારામ આશ્રમમાં છેલ્લા 17 વર્ષથી સાધક તરીકે ફરજ બજાવતાં સુદામા રાઉત (ઉ.વ. ૪૦) સ્ટોરરૂમમાંથી ગળા અને શરીરના અન્ય ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સાધકે જાતે પોતાના ગુપ્તાંગ પર છરીના ઘા માર્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાધકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતાં પોલીસ આદોડી આવી હતી. ચાંદખેડા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સાધકે જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ: શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં સાધક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આશ્રમના સ્ટોરરૂમમાંથી સાધક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. સાધકના ગળાના અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા મારવામાં આવેલા હતા.