✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાન સામે સનાથલની જમીન મુદ્દે થયો 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Aug 2017 10:15 AM (IST)
1

નિયમ પ્રમાણે 40 ટકા જમીન કપાઈનો રોડ, ગટર, વોટર સપ્લાઈ માટે રાખવાની થાય છે, તેના બદલે 8 ટકા જમીન જ મળતા ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ થાય છે તેવો આક્ષેપ મનીષ દોશીએ કર્યો હતો.

2

આ જમીનમાં 1.87 લાખ ચો.મી. વધારાની જમીન ઉમેરાતા આ જમીનનું ક્ષેત્રફળ 10.12 લાખ ચો.મી. થયું હતું. આ જમીનમાં 1,98,051 ચો.મી. જમીન આર ટુ ઝોન એટલે કે રહેણાંકના ઝોનમાં આવતી હતી અને બાકીની કૃષિ ઝોનની હતી.

3

મનીષ દોશીએ આ મામલે વિજીલન્સ તપાસ આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે સનાથલની રેવન્યુ સર્વે નં. 78, 80-એ વગેરે કુલ ક્ષેત્રફળ, 8,22,944 ચો.મી. હતું. વર્ષ 2011માં વર્ષ 2009ની ટાઉન પ્લાનીંગ પોલીસી અમલમાં હોવા છતાં બિલ્ડરને 8.24 લાખ ચો.મી. જમીનમાં પરવાનગી અપાઈ હતી.

4

અમદાવાદાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર રૂપિયા 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. એક અખબારી યાદીમાં તેમણે જણાવ્યું કે, સનાથલ ગામના રેવન્યુ સર્વે નં. 78, 80-એ વગેરેની વિકાસ પરવાનગી આપવામાં નીતિન પટેલે 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • રૂપાણી સરકારના ક્યા ટોચના પ્રધાન સામે સનાથલની જમીન મુદ્દે થયો 500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.