અમદાવાદ: રસોડામાં વોટર પ્યુરિફાયર ફિટ કરવા આવેલા યુવકે જ પરિણીત યુવતીને બાથમાં ભીડી લીધી પીછી...........
જેના કારણે ડરીને પ્રકાશ પોતાની બાઈક અને બેગ ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. આ બેગમાંથી પ્રકાશનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે તેની વિરૂદ્ધ છેડતીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાતો દરમિયાન પરિણીત મહિલા પર પ્રકાશની નિયત બગડી હતી અને જોતજોતામાં રસોડાનો દરવાજો બંધ કરીને પરિણીત મહિલાને બાથમાં ભીડી લેવાની કોશિશ કરી હતી. પ્રકાશનાં આવાં વર્તનથી હેબતાઈને પરિણીત મહિલા તેને ધક્કો મારી બહાર ભાગી ગઈ હતી અને મદદ માટે બુમાબુમ કરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રસોડામાં વોટર પ્યોરિફાયર નાખતી વખતે પ્રકાશ યુવતી સાથે વાતો કરવા લાગ્યો હતો. પ્રકાશે યુવતીને પુછ્યું હતું કે, ઘરમાં બીજું કોઈ છે કે નહીં અને ઓનલાઈન એપ્લાય કર્યું તે કોણ હતાં. ત્યાર બાદ પોતાની વાતોના જાળ બિછાવતાં પ્રકાશે યુવતીને કહ્યું હતું કે, આટલી નાની ઉંમરમાં કેમ લગ્ન કરી લીધાં છે.
પોલીસ સુત્રો પ્રમાણે, વેજલપુર વિસ્તારમાં જીવરાજ પાર્ક નજીક રહેતા દંપતીના ઘરે વોટર પ્યુરિફાયર નાખવાનું હતું. જેથી તેમના પતિએ વોટર પ્યુરિફાયર ઈન્સ્ટોલેશન કરવા માટે ઓનલાઇન એપ્લાય કર્યું હતું. કંપની તરફથી યુવતીનાં ઘરમાં વોટર પ્યુરિફાયર ઈન્સ્ટોલ કરવા માટે પ્રકાશ નામનો યુવક આવ્યો હતો.
અમદાવાદના વેજલપુરમાં આવેલ એક ફ્લેટમાં વોટર પ્યુરિફાયર નાખવા આવેલા યુવકની નજર પરિણીત મહિલા પર નજર બગાડી હતી અને એકલતાનો લાભ લઈને યુવતીને બાથમાં ભીડી લીધી હતી. રસોડાનો દરવાજો બંધ કરી યુવકે અચાનક કરેલી છેડતીથી યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા તે યુવક ભાગી ગયો હતો. અવાજ સાંભળીને આસપાસનો લોકો પણ દોડી આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -