અમદાવાદઃ પત્નિ-પ્રેમિકા સાથે એક જ ઘરમાં રહેતા પુરૂષે કેમ કરી પ્રેમિકાની હત્યા? જાણો વિગત
નવઘણ તેને લેવા માટે ગયો હતો અને એક દિવસ ત્યાં રોકાઇને રવિવારે સવારે બંને પાછાં આવ્યાં હતાં. ત્યાર બાદ નવઘણે તેની પ્રેમિકાની લાશ ફેક્ટરી કમ્પાઉન્ડમાં લાવીને ખાટલા ઉપર મૂકી દીધી હતી અને કુદરતી રીતે તેનું મૃત્યુ થયું હોવાની સ્ટોરી ઊભી કરી હતી.
આ ત્રણેય જણાં દિવસ દરમિયાન છૂટક મજૂરી કરતા હતા. જ્યારે રાતે આ ફેક્ટરીમાં ચોકીદારી કરતા હતા. જેથી ફેક્ટરી માલિક તેમની પાસે ઓરડીનું ભાડું લેતા ન હતા તેની સામે નવઘણ ઠાકોરને ચોકીદારી કરવા માટે પગાર આપતા ન હતા. ગુરુવારે નવઘણની પત્ની તેની માતાના ઘરે ગઈ હતી.
જો કે પોલીસે ઊલટતપાસ શરૂ કરતા પ્રેમી ભાંગી પડ્યો હતો અને પૈસા બાબતે ઝઘડો થતા તેણે જ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કર્યાનું કબૂલતા તેની ધરપકડ થઈ છે. વટવા સુદામા એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીની ઓરડીમાં રહેતા નવઘણ ઠાકોર (45) પત્ની અને પ્રેમિકા સાથે રહેતા હતા.
અમદાવાદ: વટવામાં આવેલી એક ફેક્ટરીની ઓરડીમાં પત્ની અને પ્રેમિકા બંનેની સાથે રહેતા પુરુષે પ્રેમિકાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે આ આખી ઘટનાને કુદરતી મોતમાં ખપાવવા માટે પ્રેમીએ પ્રેમિકાનું મૃત્યુ થયું હોવાની વાત વહેતી કરી હતી.