Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 48 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે ધોધમાર વરસાદ, જાણો વિગત
ગીર ગઢડા અને આસપાસના વિસ્તારોમાં સતત બિજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચોમાસુ પૂર્ણ થવાના આરે આવ્યું અને રાજ્યમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ કરીને બાદલપુર, પ્રભાતપુર, શેમાંરાળા ગામોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગીર સોમનાત તથા તાલાળાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતની વાત કરીએ તો ઉનાળા જેવી ગરમી પડ્યા બાદ ગુરૂવારે જુનાગઢ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં ચાલું છે, જેમાં બિલખાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવામાનમાં પલટો આવવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. દેશના પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. તો આગામી 21થી 24 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક સ્થળોએ આવનારા 48 કલાકમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -