ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: કઈ તારીખે કઈ કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
19 ઓગસ્ટે નવસારી, સુરત, ભરૂચ, ગીર-સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
17 ઓગસ્ટે વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. 18 ઓગસ્ટે ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનાં ફેરવાયું છે. જે 24 કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે, જેને પગલે 17થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે કેટલાય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. વહેલી સવારે થયેલા વરસાદને પગલે નોકરીયાતને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયો હતો.
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસવાની શરૂ થયું હતું. જેમાં એસજી હાઈવે, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજપાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિમાર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી.