સોમવારથી ગુજરાતમાં કઈ જગ્યાએ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કોણે આપી ભારે વરસાદની આગાહી, જાણો વિગત
ગુજરાતના મહેસૂલ વિભાગના મતે, ઘણાં વર્ષો બાદ ચોમાસું આટલું લંબાયું છે. 2015 અને 2017માં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસી ગયું હતું. જ્યારે 2016માં 21 જૂનથી વરસાદની શરૂઆત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે. સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી જાય છે પરંતુ આ વખતે ચોમાસું થોડું મોડું છે.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હજુ કચ્છના લોકોને વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે તેવું જણાવ્યું હતું.
સોમવારથી દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં ચેતવણી પણ આપી દેવામાં આવી છે. આ દરમિયાન ભારે વરસાદ થવાને કારણે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે જ્યારે ગરમીના પારો પણ ફરી વધવા લાગ્યો છે. જોકે હવામાન વિભાગે વરસાદની રાહ જોઈને બેસી રહેલ લોકો માટે ખુશીના સમાચાર આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -