ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસશે? કઈ તારીખ સુધી રહેશે જમાવટ, જાણો વિગત
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો કે 10 થી 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સાથે સાથે ચોમાસુ બેસી જવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવારે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મેઘરાજાએ વાવાઝોડા સાથે પધરામણી કરી હતી. અત્યાર સુધીમાં રાજ્યના 7 મોટા શહેરોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં શરૂઆતમાં સામાન્ય વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે. ચોમાસા દરમિયાન થતી ઘટનાઓને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કાર્યોની દરેક જરૂરી તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધારે જોવા મળી રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, પોરબંદરમાં 3-4 દિવસ સુધી સારો વરસાદ પડે તેવી શક્યતા છે.
જોકે મંગળવારે ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ વેધર વોચ ગ્રુપની મીટિંગમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 10મી જૂનથી વરસાદની એન્ટ્રી થશે. આ ઉપરાંત આ મીટિંગમાં રાહત કાર્યોની દરેક જરૂરી તૈયારીએ કરી દેવામાં આવી છે. જ્યારે વેધરને લગતાં તમામ ડિપાર્ટમેન્ટ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના સતત સંપર્કમાં રહેશે. કંટ્રોલ રૂમ પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -