યુવક-યુવતીને પ્રેમ થતાં રાજસ્થાનથી ભાગી આવ્યા અમદાવાદ, યુવતીને અન્ય યુવક સાથે સંબંધ બંધાતાં શું થયું?
થોડા દિવસ પહેલા ગોવિંદને રમાકુમારીને અન્ય સાથેના સબંધોની જાણ થઇ હતી અને તેને લીધે જ તેણે પત્ની ની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. દોઢ વર્ષ પેહલાં ગોવિંદના રજસ્થાનમાં લગ્ન થઇ ચુક્યા છે. ત્યાર બાદ રમાકુમારી સાથે સંબંધ થતા તેને લઇ અમદાવાદ આવી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના ઇસનપુરમાં પ્રેમિકાની હત્યા કરીને સળગાવી દેવાની ઘટનામાં પોલીસે પ્રેમીની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. આ કપલ પ્રેમસંબંધ બંધાતા રાજસ્થાનથી અમદાવાદ ભાગીને આવી ગયા હતા અને અહીં પતિ-પત્નીની જેમ રહેતા હતા. જોકે, અહીં યુવતીને અન્ય યુવક સાથે સંબંધ બંધાયા હતા.
યુવતીની કરપીણ હત્યા કરનાર આરોપીનું ઇસનપુર પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સ્થળે જઈ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્સન કર્યું હતું. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. પટેલે જણાવ્યુ છે કે, રમાકુમારીની ઓળખ થઇ શકે તેમ હતી નહીં. કારણ કે, મકાન માલિકે મકાન ભાડે આપ્યું તેનો ભાડા કરાર કરાવ્યો નહોતો.
અહીં તેના બીજા સાથેના અનૈતિક સબંધોને ડામવા આવેશમાં આવી પત્નીના હાથપગ બાંધી દીધા અને ગળું દબાવી હત્યા કરી, એટલું જ નહીં હત્યારાને સંતોષ ના થતા યુવતીને સળગાવી ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસે ઓરડીમાંથી મળેલી પાસબુકના આધારે તપાસ કરી આરોપી ને રાજસ્થાનમાંથી દબોચી લીધો છે. પાસૂબક મકાન માલિકને બતાવતાં તેમણે યુવકને ઓળખી બતાવ્યો હતો.
આ પછી યુવતીની ઓળખ ન થાય તે માટે તેના મૃતદેહને સળગાવી દીધો હતો. આ પછી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગોવિંદ અને રમાકુમારી રાજસ્થાનના ભગોરાના વતની છે. ત્રણ મહિના પહેલા બંને ભાગીને અમદાવાદ આવ્યા હતા અને ઇસનપુર ખાતે ઓરડી ભાડે રાખી કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા.
ગત પહેલી મેના રોજ બપોરે ગોવિંદ ઘરે આવ્યો ત્યારે રમાકુમારી કોઇ યુવક સાથે ફોન પર વાત કરી રહી હતી. જેને લીધે બંને વચ્ચે બોલાચાલી થઇ. દરમિયાન રમાકુમારીએ ગોવિંદને ધમકી આપી હતી કે, તું અમારી વચ્ચે આવીશ તો હું તને મરાવી દઇશ. આ ધમકીથી ગોવિંદ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથ બાંધીને દોરીથી ગળે ટૂંપો દઇને મોતને ઘાટ ઉતારી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, રાજસ્થાનના ગોવિંદ ભગોરા અને રમાકુમારી એકબીજાના પ્રેમમાં પડતાં ઘરેથી ભાગીને અમદાવાદ આવી ગયા હતા અને ઇસનપુરના શક્તિનગરમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -