હાર્દિકના ઉપવાસનો આજે 14મો દિવસ: નરેશ પટેલ અને રૂપાણી વચ્ચે થઈ શકે છે મુલાકાત?
નરેશ પટેલ હાર્દિકની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, તેણે કોઈને પણ વ્યક્તિગત રીતે મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. હાર્દિકે લખ્યું છે કે, મેં વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેશ પટેલ હાર્દિક પટેલને મળવા માટે રાજકોટથી અમદાવાદ આવવા માટે નિકળી ગયા છે. જ્યાં તમામ મુદ્દાઓ પર હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવશે. વિજય રૂપાણી અને નરેશ પટેલની આજે મુલાકાત થશે અને હાર્દિકના મુદ્દાઓ પર ચર્ચા કરશે. જોકે આ પહેલા નરેશ પટેલે એવું કહ્યું હતું કે, જો માંગણીઓ યોગ્ય હશે તો જ સરકાર સાથે મધ્યસ્થી કરીશ.
વિજય રૂપાણી શુક્રવારે અમદાવાદની વી.એસ હોસ્પિટલની મુલાકાત લેવાના હતા. જોકે વિજય રૂપાણીએ વી.એસ.હોસ્પિટલની મુલાકાત લેવાનો કાર્યક્રમ રદ કર્યો છે. જેના કારણે એવી શક્યતાએ પ્રબળ બની છે કે તેઓ નરેશ પટેલ સાથે મુલાકાત કરીને હાર્દિકના ઉપવાસ અંગે કોઈ રસ્તો કાઢવા અંગે ચર્ચા વિચારણા કરશે.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 14મો દિવસ છે. આ મામલે આજે કોઈ નિષ્કર્ષ આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે. મુલાકાત પહેલા જ નરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો આગ્રહ રહેશે કે હાર્દિક પટેલ પારણા કરી લે. બીજી તરફ ગાંધીનગર ખાતે નરેશ પટેલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -