ભરૂચ પાસે નર્મદા પરના નવા કેબલ સ્ટેઈડ બ્રિજ પર લેવાશે તોતિંગ ટોલ ટેક્સ, સુરત-મુંબઈ જવું પડશે મોંઘું
રેગ્યુલર ટ્રિપ કરતાં વિહિકલના દર 50 ટ્રિપ પ્રમાણે માસિક દર ફિકસ કરાયા છે. જેના હેવી વિહિકલના રૂ.4.625 હેવી વિહિકલ ફોર એકસલ,3.800 કોમર્શિયલ વિહિકલ 2645 અને 2425, લાઇટ કોમર્શિયલ વિહિકલ 1155 અને કાર અને જીપ માટે રૂ.715 લેવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઇટ કોમર્શિયલ વિહિકલ માટે રૂ.35 અને 50 બસ અને ટ્રક ટુ એકસલ માટે રૂ.75 અને રૂ.110 થ્રી એકસલ વિહિકલ માટે રૂ.80 અને રૂ.120 હેવી વિહિકલ 115 થી 170 અને ઓવરસાઇઝ વિહિકલ માટે રૂ.140 થી રૂ.210 રહેશે.
હવે મુલદ ચોકડી પર નવું ટોલ પ્લાઝા બનતાં જૂના અને નવા સરદાર બ્રિજ પર વાહનચાલકોએ ચાર વર્ષ પછી ટોલ ટેકસ ભરવો પડશે. ટોલ ટેકસના દર કાર, જીપ, એલએનવી વન વે ટ્રિપ માટે રૂ.20 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30 રહેશે.
બ્રિજનો ઉપયોગ કરવા સ્થાનિક વાહનચાલકોને પણ મહિને રૂ.245નો ખર્ચ કરવો પડશે. જ્યારે જીપ અને કારચાલકે રૂ.30 અને માસિક રૂ.715નો ખર્ચ કરવો પડશે. વાહનચાલકોના માથે વાર્ષિક રૂ.૭પ કરોડનું ભારણ આવશે.
અમદાવાદ: ભરૂચની નર્મદા નદી ઉપર બનેલા નવ નિર્મિત કેબલ સ્ટે બ્રિજ પરથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી ટોલ ટેકસ વસૂલવાનું શરૂ કરાશે. જેના કારણે બાય રોડ સુરત અને મુંબઇ જવા વાહનચાલકોએ વધુ એક ટોલ ટેકસ ચૂકવવો પડશે.
નવા ટેકસ ઉઘરાવવા માટે 18 લેન બનાવવામાં આવશે. માત્ર નર્મદા બ્રિજ જ નહીં સરદાર બ્રિજ ઉપરથી પણ ટોલ વસૂલવાનું શરૂ કરાશે. નેશનલ હાઇવે પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના કારણે વર્ષ 2013માં ઝાડેશ્વર ટોલ પ્લાઝા બંધ કરાયું હતું.
નર્મદા નદી પર 370 કરોડના ખર્ચે દેશનો સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટેકસની વસૂલાત માટે ટેન્ડરિંગ કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. ટેન્ડરમાં જણાવ્યા મુજબ વાહનચાલકો પાસેથી વન ડે ટ્રિપ માટે રૂ.20થી રૂ.140 અને રિટર્ન ટ્રિપ માટે રૂ.30થી રૂ.200 સુધીની જોગવાઇ કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -