પાંચ મહાનગરોમાં સરકારી જમીન પર દબાણ કરનાર કેટલી રકમ ભરીને માલિક બનશે, જાણો
આ વટહુકમ અમલમાં લાવવાનું નોટિફિકેશન બહાર પડ્યેથી ત્રણ માસની અંદર લાભાર્થીઓએ નિયમ નમૂનામાં જરૂરી આધાર પુરાવા અને ડિપોઝીટ સહિત અરજી કરવાની રહેશે. આ યોજના ત્રણ મહિના સુધી ચાલુ રહેશે ત્યારબાદ તેના લાભ મળી શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વટહુકમથી મહત્વની જોગવાઇ મુજબ 1-1-2011 કે તે પહેલાથી બાંધકામવાળી જમીન પર ભોગવટો ધરાવનાર વ્યક્તિ, ભોગવટો કાયદેસર કરવા અરજી કરી શકશે. આ ઉપરાંત 1-1-2011 પછી પરંતુ 1-6-2016 પહેલાનો ભોગવટો ધારણ કરનાર વ્યક્તિ 1-1-2011ની સ્થિતિએ જે ભોગવટેદાર હોય તે વ્યક્તિ પાસેથી ભોગવટાવાળી જમીન કેવી રીતે તબદીલ થયેલ છે. તેના પુરાવા સાથે જમીનને કાયદેસર કરવા અરજી કરી શકશે. પરંતુ 31-05-16 પછીના ભોગવટેદારનો ભોગવટો કાયદેસર કરી શકાશે નહીં.
આ વટહુકમમાં એવી પણ સ્પષ્ટપણે જોગવાઇ કરવામાં આવી છે કે વાણિજ્યિક અને ઔધોગિક બાંધકામવાળી જમીનોને કાયદેસર કરાશે નહીં ફક્ત રહેઠાણના ઉપયોગવાળી જમીનને જ કાયદેસર કરવામાં આવશે. મહાનગર પાલિકાઓના શહેરી સંકુલમાં લાભાર્થીઓ અને ભોગવટા હેઠળની જમીનનું ક્ષેત્રફળ ક્રમ શહેરી સંકુલનું નામ રહેણાંકના ભોગવટા હેઠળની જમીનનું ક્ષેત્રફળ (ચો.મી) કુટુંબોની અંદાજીત સંખ્યા 1 અમદાવાદ 17,12,317 35,700 2 સુરત 8,44,769 17,600 3 વડોદરા 1,70,491 3,480 4 રાજકોટ 4,09,818 8200 5 જામનગર 2,50,979 4920 કુલ 33,88,374 69,900
ક્રમ રહેણાંકના ભોગવટા હેઠળની જમીનના પ્લોટનું ક્ષેત્રફળ (ચો.મી) કબજા હકની રકમ પ્રવર્તમાન ક્ષેત્રફળ 1 25.ચો.મી સુધી 10 ટકા 2 26 ચો.મી થી 50 ચો.મી સુધી 15 ટકા 3 51 ચો.મી થી 75 ચો.મી સુધી 20 ટકા 4 76 ચો.મી થી 100 ચો.મી સુધી 30 ટકા 5 101 ચો.મી થી 150 ચો.મી સુધી 50 ટકા 6 151 ચો.મી થી 200 ચો.મી સુધી 60 ટકા 7 201 ચો.મી થી 250 ચો.મી સુધી 70 ટકા 8 250 ચો.મીથી વધુ 100 ટકા જે લાભાર્થીઓ આ જગ્યાનો ઉપયોગ રહેવાસીઓ રહેઠાણ સાથે સ્વરોજગારીના વ્યવસાય માટે કરતા હશે તો તેને પણ કાયદેસર કરવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ સરકાર હસ્તકની રાજ્યનાં પાંચ મહાનગરોમાં આવેલી 33 લાખ 88 હજાર 375 ચોરસ મીટર જમીન પરના રહેણાકના દબાણ ભોગવટા ને કાયદેસર કરવા નિર્ણય કર્યો હતો. આ અંગેનો વટહુકમ કેબિનેટમાં પસાર કરાયો હતો. ભોગવટાવાળી જમીનનો ભોગવટો કાયદેસર કરવા લાભાર્થીઓએ નીચે મુજબના હકની રકમ ભરવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -